તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદના છારોડી પાસે હાઇવે પર કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ચોકડીમાં ઉતરી જતાં દારૂ ઝડપાયો, આરોપી કાર મૂકી ફરાર થયો, પોલીસે 1.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો

સાણંદ વિરમગામ હાઇવે ઉપર આવેલ માનસી કંપની અને છારોડી હાઇવેની ચોકડીમાં ઉતરી ગયેલ ગાડીમાંથી વિદેશી દારૂ મળી કુલ 1.93 લાખની મત્તાનો મુદ્દામાલ સાણંદ જીઆઇડીસી પોલીસે જપ્ત કર્યો છે. બીજી તરફ કારનો ચાલક ઘટના બનતા રફુ ચક્કર થયો હતો. સાણંદ જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે સાણંદ વિરમગામ હાઇવે રોડ ઉપર માનસી કંપની તેમજ છારોડી વચ્ચે હાઇવે રોડની ચોકડીમાં એક સ્વીફ્ટ ડીઝાઈર ગાડી ચોકડીમાં ઉતરી ગઇ હતી.

જે ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થો ભરેલો છે. જેથી શુક્રવારે સવારે સાણંદ જીઆઇડીસી પોલીસની ટીમ બાતમી વાળી જગ્યાએ જઈ ગાડીમાંથી વિદેશી દારૂની 96 નંગ બોટલો જેની કિંમત 43,680 અને મોબાઈલ જેની કિંમત 300 અને સ્વીફ્ટ ગાડી જેની કિંમત 1.50 લાખ મળી કુલ 1,93,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સાણંદ જીઆઇડીસી પોલીસે ગાડીના ચાલક વિરૂદ્ધમાં ગુનો નોંધી ફરાર ગાડીના ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

અંત્રે ઉલ્લેખનીય છે કે તાજતેરમાં એક મહિના પહેલા સાણંદના ઉપરદળ ગામ નજીકથી ગાડીમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કુલ 2.49 લાખનો મુદામાલ પોલીસે ઝડપી લીધો હતો. જેમાં રેડ દરમ્યાન 2 આરોપીઓ ગાડી મૂકી ફરાર થઇ જવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...