તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સાણંદના ગોધાવી ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સાણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • LCBએ મુદ્દામાલ ઝડપી 4 સામે ગુનો નોંધ્યો

સાણંદ તાલુકામાં વિદેશી દારૂનાં વેચાણનો વેપલો વધતા જીલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે સાણંદના ગોધાવી ગામેથી 54 હજારનો ઈંગ્લીસ દારૂના જથ્થો ઝડપાતા 4 ઇસમો વિરૂદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

4 જીલ્લામાંથી પ્રોહી પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવાના હેતુસર પોલીસ મહાનિરીક્ષક કે.જી.ભાટી અમદાવાદ વિભાગ નાઓએ જીલ્લા પોલીસ વડાવિરેન્દ્રસિંહ યાદવ નાઓને ખાસ એકશન પ્લાાન બનાવી વ્યુ હાત્માક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકિંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હતી જે અન્વયે જીલ્લા પોલીસ વડાએ જીલ્લાાના અધિકારીઓને ખાસ સૂચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સનપેકટર આર.જી.ખાંટ, પો.સ.ઇ. એમ.પી.ચૌહાણ, પો.સ.ઇ. આર.એસ.શેલાણા, પો.સ.ઇ. જી.એમ.પાવરા અને એલ.સી.બી. ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ એ.એસ.આઇ. ભરતસિંહ ચૌહાણ તથા પો.કોન્સ સહદેવસિંહ પઢેરીયા નાઓને સંયુકત રીતે મળેલ ચોક્કસ બાતમી આધારે સાણંદ તાલુકાના ગોધાવી ગામે રેઇડ કરી હરીયાણા બનાવટની 750 મી.સી.ની બોટલ નંગ- 108 (પેટી-9), કિ.રૂ.54 હજારનો દારૂના જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ગોધાવી ગામના રાજેન્દ્રસિંહ બટુકસિંહ વાઘેલા (રહે. બાપાની ડેલી ગોધાવી), હરદેવસિંહ કનકસિંહ વાઘેલા (રહે. કુંભારવાસ ગોધાવી) , અજયસિહ ઉર્ફે લાલો ઉર્ફે ચકી જશવંતસિહ વાઘેલા (રહે.લાલાવતની ડેલી ગોધાવી) તથા મહીપતસિંહ ઉર્ફે મઇટી નટુભાઇ વાઘેલા (રહે. રમલાવતની ડેલી ગોધાવી)એ સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો રવિશંકર સ્કુલની પાછળ રેલવેના નાળાની બાજુમાં આવેલ ખાડામાંથી ઝડપી સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો