ચાંગોદર પોલીસની કાર્યવાહી:સાણંદના મોડાસર ગામથી નંબર પ્લેટ વિનાની ગાડીમાં દારૂ લાવનાર ઝડપાયો

સાણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો

સાણંદ તાલુકાના મોડાસર ગામે નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ લાવી વેચાણ કરનારના ઠેકાણે ચાંગોદર પોલીસે છાપો માર વિદેશી દારૂની છ બોટલો સાથે એક ઈસમની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે,

બનાવની ચાંગોદર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાણંદ તાલુકાના મોડાસર ગામે રહેતા બળવંતસિંહકનુભાઈ સોલંકી નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ લાવી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે તેઓના રહેઠાણ પાછલી ફળીમાં છાપો મારતા વિદેશી દારૂની ૬ બોટલ કિંમત રૂ ૩૦૦૦ મળી આવી હતી જ્યાં હાજર ભવાનસિંહ કનુભાઈ સોલંકીને મુદ્દામાલ સાથે ઝડપી લઇ . દારૂ લાવનાર બળવંતસિંહકનુભાઈ સોલંકી તેમજ તેઓ જ્યાંથી દારૂ લાવે છે તે મહેન્દ્રસિંહ ઉર્ફે મલ્ટીચૌહાણ રહે સનાથલ બંને સહીત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી બળવંતસિંહ તેમજ મહેન્દ્રસિંહને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે .પોલીસે મોબાઈલ ફોન સહીત કુલ ૮૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇ આગળની તાપસ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે...