પાલિકા એલર્ટ મોર્ડમાં:સાણંદ પાલિકાના કર્મીઓ અને સદસ્યોની બેઠક યોજાઇ

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ ભારે વરસાદ પડતાં પાલિકા એલર્ટ મોર્ડમાં

સાણંદ શહેરમાં તાજેતરમાં એક જ રાત્રેમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈને શહેરીજનો ભારે હાલાકી પડતાં સાણંદ પાલિકાના ચીફ ઓફિસરે વરસાદથી થયેલ અલગ અલગ વોર્ડમાં થયેલ સમસ્યાઓ અંગે પાલિકાના કર્મીઓ અને સદસ્યોની સંકલન બેઠક બોલાવી હતી.

ચીફ ઓફિસર બીજલબેન, સાણંદ પાલિકા પ્રમુખ નેહલબેન કેયૂરભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વ્યાસની ઉપસ્થિતમાં કર્મીઓ અને સદસ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લઈને શહેરના અલગ અલગ વોર્ડમાં પાણી ભરાઈ જવાની સર્જાયેલી સફાઈની સમસ્યાને નિવારણ માટે ખાસ આગામી દિવસોમાં વરસાદી માહોલમાં સ્થિતિને પહોચી વળવા અને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ માટે પાલિકા તંત્ર એલર્ટ મોર્ડ થયું હતું. જેમાં પાલિકા તંત્રે વરસાદી માહોલને લઈને 10 સફાઈ કર્મીની ટિમ, અને 3 પાલિકાના કર્મીની ટિમ એક્ટિવ રહેશે જે તે વિસ્તારના સદસ્યો સાથે આ કર્મીઓ સંકલન લઈને પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

અન્ય સમાચારો પણ છે...