તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિની બેઠક:નામોની ચર્ચા માટે જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક યોજાઇ

સાણંદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાઇ હતી. - Divya Bhaskar
બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાઇ હતી.
 • સાણંદના નળ સરોવર રોડ પર વિદ્યા ફાર્મમાં બેઠક મળી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શન્ખનાદ ફુકાયો છે ત્યારે ઉમેદવારી માટે મેદાનમાં અવનારનો નો રાફડો ફાટતા બંને પક્ષો માટે ટિકિટની ફાળવણી એ પેચીદો પ્રશ્ન બની જતો હોય છે ત્યારે અમદાવાદ જિલ્લામાં વિવિધ બેઠકો માટેની ટિકિટમાં કોંગ્રેસના 781 લોકોએ દાવેદારી નોંધાવી છે ત્યારે આ નામોની ચર્ચા માટે અમદાવાદ જીલ્લા કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક સાણંદ શહેરના નળ સરોવર રોડ ઉપર આવેલ વિદ્યા ફાર્મ ખાતે યોજાઈ હતી.

સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજસિંહ વાઘેલા સહીત જિલ્લા સંકલન સમિતિ ના સભ્યો, તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયતના 164 ઉમેદવારો, તાલુકા પંચાયતના 437 તેમજ વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાના 180 સ્થાનિક ઉમેદવારોના નામો અંગે ચર્ચા વિચારણાને લઈને બેઠક યોજવામાં આવી હતી. બેઠકને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો