તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદના કલાણા ગામના શખ્સ 2 તમંચા સાથે ઝડપાયો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પકડવા જતાં પોલીસની સામે તમંચો તાક્યો 4 કારતુસ છરી અને દાતરડું પોલસે કબજે કર્યા

સાણંદના કલાણા ગામનો શખ્સ આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપાયેલ અને પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો આરોપીને બાતમી આધારે સાણંદ જીઆઇડીસી પોલીસે કલાણા ગામની સીમમાંથી બે તમંચા, ચાર કાર્તુસ, છરી, એક દાતરડું સાથે ઝડપાતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ જીઆઇડીસી પોલીસને બાતમી મળે કે મોરબી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કજો અને આમ્સ એક્ટ કલમ અંતર્ગતનો આરોપી આબીદખાન ઉર્ફે ફારૂક ઈજમતખાન પઠાણ (રહે.કલાણા ગામ તા.સાણંદ) સેન્ટ્રલ જેલ સાબરમતી અમદાવાદનો કેદી પેરોલ જમ્પ કરી ફરાર છે.

જે આરોપી કલાણા ગામની સીમમાં હાજર હોવાની હકીકત મળે જેથી સાણંદ જીઆઇડીસી પોલીસે તેને ઝડપી લેવા બામતી વાળા સ્થળે પહોચતા પોલીસને જોઈ આબીદખાન ઉર્ફે ફારૂક ઈજમતખાન પઠાણ નાસવા જતા પોલીસે કોર્નર કરતા આબીદખાન ઉર્ફે ફારૂકએ એક તમંચો પોલીસના માણસો સામે તાકતા પોલીસે જરૂરી બળ પ્રયોગ કરી તમંચો લઇ લીધો હતો. તેમજ આબીદખાન ઉર્ફે ફારૂક પાસેના થેલામાં એક હાથ બનાવટનો તમંચો, ચાર કાર્તુસ મળી આવ્યા હતા.

તેમજ ૨ મોબાઇલ, એક દાતરડું પણ મળી આવ્યું હતું. જેને પગલે પોલીસે દેશી હાટ બનાવટના બે તમંચા કીં.રૂ.10 હજાર, ચાર કાર્તુસ કીં.રૂ.240, એક છરી કીં.રૂ.10 બે મોબાઈલ ફોન કિં.રૂ.3200 મળી કુલ કિંમત રૂ.13460નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આબીદખાન ઉર્ફે ફારૂક ઈજમતખાન પઠાણને ઝડપી લઇ તેના વિરૂદ્ધ જીઆઇડીસી પોલીસે આમર્સ એક્ટ, જી.પી એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...