અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે બાતમી આધારે સાણંદના રેથલ ગામની સિમમાંથી એક દેસી હાથ બનાવટની જામગ્રી બંધુક સાથે મૂળ ધંધુકાના એક ઈસમને પકડી લઈ જેલ હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ્ય એસ.ઓ.જીના પો.કો. મહિપાલસિંહ સુરેન્દ્રસિંહ અને પો. કો. મુકેશદાન ફ્તેસંગને બાતમી મળી હતી કે સાણંદમાં નળ સરોવર રોડ ઉપર રેથલ ગામની સિમમાં આવેલ ખેતરમાં એક સિમ હથિયાર લઈ શિકાર કરવા ફરે છે જેથી ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે બાતમી વાળા જગ્યાએ છાપો મારી હનીફ અલ્લારખા મોરી (સિંધી ડફેર) હાલ રહે. રેથલ ગામની સીમ મૂળ રહે. સરમુબારક દરગાહ પાસે ધંધુકા પાસેથી એક દેશી હાથ બનાવટની જામગ્રી બંધુક કિં. રૂ. 5 હજારની પોલીસ જપ્ત કરી અને ઈસમને પકડી લીધો હતો અને તેના વિરુદ્ધમાં સાણંદ જી.આઈ.ડી.સી પોલીસમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સાણંદના રેથલ ગામની સિમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ પકડાયો હતો. ત્યારે વધુ એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે પકડતા સમગ્ર સાણંદ તાલુકામાં ચકચાર મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.