તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સાણંદના સનાથલના જમીન દલાલને 4 શખ્સે પૈસા મુદ્દે હુમલો કરી માર માર્યો

સાણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણાંની ગડબડમાં જુના ભાગીદારોને ધંધામાંથી છૂટા કર્યા બાદ નાણાં મુદ્દે ઘર પાસે 4 શખ્સે હુમલો કરતાં ચાંગોદર પોલીસમાં ફરયિાદ નોંધાઇ

સાણંદના સનાથલની સત્યેશ રેસીડેન્સીમાં રહેતા 25 વર્ષીય યુવક જમીન દલાલીના કામકાજ સાથે સંકળાયેલા યુવકને તેની સાથે અગાઉ કામ કરતા શખ્સોએ પૈસા મુદ્દે ધોકા વડે મારતા 4 શખ્સો વિરૂદ્ધમાં ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ચાંગોદર પોલીસમાં ધ્રુવરાજસિંહ હિતેન્દ્રસિંહ ચુડાસમાં (વર્ષ.25 રહે.સ્ત્યેશ રેસીડેન્સી સનાથલ ગામ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ સુવિધા મેનેજમેન્ટ નામથી મકાન, પ્લોટ વેચાણ અને ભાડે આપવાની દલાલીનું કામકાજ કરી વેપાર કરે છે. તેનોની સાથે ગત માર્ચ મહિનામાં નરેશ ઉર્ફે કાનો પુરોહિત (રહે.શામળાજી) અને નમન ઉર્ફે રધુ રાવત (રહે.કોટા રાજસ્થાન) કામ કરતા હતા.

બંને જણા ધ્રુવરાજસિંહ સાથે હિસાબમાં ગોટાળા કરતા ધ્રુવરાજસિંહે એપ્રિલ મહિનામાં છુટા કરી દીધા હતા. બંને જણા ધ્રુવરાજસિંહ સાથે કામગીરી કરતા હતા ત્યારે એક ફ્લેટના વેચાણનો સોદો ચાલતો હતો. જે સોદો ફાઈનલ થયો હતો. જેના હિસાબ ઓગસ્ટમાં આવેલ હતા. જેથી નરેશ ઉર્ફે કાનો પુરોહિત અને નમન ઉર્ફે રધુ રાવત બંને જણા ધ્રુવરાજસિંહ પાસે ફ્લેટનો સોદા થયેલ તેની દલાલીના રૂપિયા ફોનથી અવારનવાર માંગતા અને ગોળો બોલતા હતા.

ગત 26 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ ઓફિસેથી ઘરે જતા ત્યારે સાંજે 7 વાગે સ્ત્યેશ રેસીડેન્સીના ગેટ પાસે નરેશ ઉર્ફે કાનો પુરોહિત અને નમન ઉર્ફે રધુ રાવત અને બીજા બે અજાણ્યા માણસો આવેલા અને ચારેય લોકોએ ધ્રુવરાજસિંહ સાથે ઝઘડો કરી ધોકા વડે નરેશ અને રધુએ ધ્રુવરાજસિંહને માર મારતા ધ્રુવરાજસિંહને શરીરે મૂઢ ઈજા પહોચી હતી.

ત્યારે ધ્રુવરાજસિંહને છોડાવવા વચ્ચે પ્રતિકભાઈ મહેન્દ્રભાઈ પુંજ વચ્ચે પડતા પ્રતિકને પણ ધોકો મારી પાડી દીધેલ. ઝગડાના અવાજથી આજુબાજુના માણસો ભેગા થઇ જતા ધ્રુવરાજસિંહને ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ ધ્રુવરાજસિંહએ સોલા સિવલ ખાતે સારવાર કરાવી ચાંગોદર પોલીસમાં 30 ઓગસ્ટે ફરિયાદ કરતા કુલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...