આગ:સાણંદની ફિલ્ટર બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કંપનીમાં સોમવારે સવારે આગ લાગી હતી. - Divya Bhaskar
કંપનીમાં સોમવારે સવારે આગ લાગી હતી.
  • આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા, અમદાવાદથી ફાયરને બોલાવાયું

સાણંદ વિરમગામ હાઈવે ઉપર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ફિલ્ટર બનાવતી કંપનીમાં સોમવારે સવારે એકાએક આગ લાગી હતી જેને લઇને અફરાતફરી મચી જવા પામી હતી જોકે સદભાગ્યે કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી.સમગ્ર વિગતો એવી છે કે સોમવારે સવારે સવારે સાત વાગ્યાના સુમારે સાણંદ વિરમગામ હાઇવે ઉપર આવેલા ઘનશ્યામ એસ્ટેટમાં આવેલી ફિલ્ટર બનાવતી કંપનીમાં એકાએક આગ ફાટી નીકળી હતી.

આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા કંપની સિક્યુરિટીએ ફાયરને જાણ કરતા સાણંદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી અને બે ફાયર ફાયટર બોલાવવા પડ્યા હતા.

છેવટે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જો કે સવારનો સમય હોવાથી કંપનીમાં સ્ટાફ ન હોવાથી કોઈ ઈજા કે જાનહાની થવા પામી નથી. બનાવને પગલે સાણંદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. કંપનીમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે સ્ટાફ ન હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...