તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો દરોડો:સાણંદના ચાચરાવાડી વાસણથી દારૂ ભરેલું ગોડાઉન પકડાયું

સાણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો હતો. - Divya Bhaskar
પોલીસે અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો હતો.
 • હોળી-ધૂળેટી તહેવાર પૂર્વે પોલીસે કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ, 8.82 લાખનો મુદ્દામાલ કબજે

સાણંદમાં જીઆઇડીસી વિસ્તારનો વ્યાપ વધતા પરપ્રાંતીયોની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે વિદેશી દારૂનો વેપલો પણ મોટાપાયે થઇ રહ્યો હોવાનું ચાંગોદર પોલીસને ધ્યાને આવતા બાતમી આધારે સાણંદના ચાચરાવાડી ગામની સીમમાં આવેલ ગોડાઉનમાંથી 8.82 લાખનો દારૂ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સમગ્ર વિગતો એવી છે કે હોળી-ધુળેટી તહેવારને લઈને પ્રોહી/ જુગારની પ્રવ્રુત્તીને નાબુદ કરવા ચાંગોદર પો.સ્ટે વિસ્તારમા પો.ઈન્સ. વી.ડી.મંડોરા તથા પોલીસ સ્ટાફના માણસો પ્રેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન પો.કો વિપુલસિંહ દાયમા અને અ.પો.કો પૃથ્વીરાજસિંહ ગોહીલ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે ચાંગોદર પોલીસે ગુરુવારે સાંજે સાણંદ તાલુકાના ચાચરાવાડી ગામની સીમ સર્વે.નં.360માં આવેલા ગોડાઉનમાં ભરેલા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. રેડ દરમ્યાન પોલીસે અલગ અલગ વિદેશી દારૂની 147 પેટી (બોટલ નંગ 1764) જેની કિંમત 8.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનનો કબ્જો ભોગવટો રાખનાર અજાણ્યા ઇસમ વિરૂદ્ધમાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો