તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધ બારણે વિકાસ:12 કરોડનાં કામોને બહાલી આપવા સાણંદ તા.પંની પડદા પાછળ સામાન્ય સભા મળી

સાણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાણંદ તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં 12 કરોડના કામોની બહાલી કરાઈ. - Divya Bhaskar
સાણંદ તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં 12 કરોડના કામોની બહાલી કરાઈ.
  • તાલુકાનો વિકાસ કરવા મીટિંગ હોલ બંધ રાખ્યો અને બારીના પડદા પણ બંધ કરી દીધા

સાણંદ તાલુકા પંચાયત ખાતે બંધ બારણે પડદા પાછળ ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કરોડોના કામોની બહાલી આપવામાં આવી છે. સભા બાદ કોંગ્રેસના સભ્યો દ્વારા મંજુર થયેલા કેટલાક કામો થઇ ચુક્યા હોવાનું રટણ કરી વિરોધ નોંધાયો હતો. બીજી તરફ સાણંદ તાલુકા ટીડીઓએ પોતાની મનમાની કરી મીડિયાને સભાનું કવરેજ કરવાની મનાઈ ફરમાવી હતી. વિવાદોમાં સતત રહેતી સાણંદ તાલુકા પંચાયતમાં બુધવારે બપોરે 1 કલાકે ખાસ સમાન્ય સભા બોલવામાં આવી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલાની અધ્યક્ષ પદે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં તાલુકા અલગ અલગ ગામોમાં રોડ રસ્તા, પેવરબ્લોક, ગટર લાઈન વગેરે અંદાજે રૂ.12 કરોડના કામોની બંધ બારણે બહાલી આપવામાં આવી હતી. સભા ચાલુ થતા સાણંદ ટીડીઓએ મીડિયાની વિનંતી છતાં મીડિયાને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી મનમાની ચલાવી હતી. અને સભા રૂમના બે સાઈડના બારણાં, બારી બંધ કરી બારી પર પડદા પાડી દેવાયા હતા. જેથી મીડિયા સભાનું કવરેજ ન કરી શકે. કોગ્રેસના સભ્યો દ્વારા ભાજપ પક્ષની કારોબારીએ રૂ.12 કરોડના કામોની બહાલી મુદ્દે વિરોધ કરવાની શક્યતા હતી. ત્યારે હવે મીડિયાને પણ સભાનું કવરેજ ના કરી શકે તે માટે ઉપરની સુચનાથી મનાઈ ફરમાવી હોય તેમ તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું છે.

કામ થયા છતાં ફરી મંજૂર કરાયાં : કોંગ્રેસ
સભા પૂર્ણ થતા તાલુકા પંચાયતના કોંગ્રેસના માણકોલ સીટના સદસ્ય કિસ્મત કુમાર ગોહિલે જણાવ્યું કે કામોની મંજુરીમાં કોંગ્રેસને ખુબજ અન્યાય થયો છે કોંગ્રેસના સદસ્યોના વિસ્તારોના ગણ્યા ગાંઠ્યા જ કામો મંજુર થયા છે બીજી તરફ એક કરોડથી વધારે રકમના કામો એવા છે કે થઇ ચુક્યા હોવા છતાં ફરી મંજુર કરાયા છે, આમ જો આવા કામોના વર્ક ઓર્ડર અપાશે તો મોટા પાયે ભ્રષ્ટાચાર થશે જેથી આવા કામોની નિષ્પક્ષ તપાસ જરૂરી છે .

તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કેટલાંક કામો થઇ ચૂક્યાં છતાં મંજૂર કરાયાં હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે, જે નીચે મુજબ છે.

  • માણકોલ ગામે જોગણીમાતાના ખૂટતા શેડનું કામ
  • માણકોલ ગામે રામાપીરના મંદિરે પેવર બ્લોક
  • માણકોલ ગામે સરદાર આવાસમાં પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે
  • ચરલ ગામે કેટલાક કામોમાં સીસી રોડ હોવા છતાં પેવર બ્લોકના કામો મંજુર કરાયા છે
  • વાર ગામે ત્રણ પેવર બ્લોકના કામ થઇ ગયા હોવા છતાં મંજુર કરાયા છે
  • આ સિવાય તાલુકાના અન્ય ૧૦ જેટલા કામો જે ખોટી રીતે મંજુર કરાયા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે.

આરઓ પ્લાન્ટ કૌભાંડના સૂત્રધારો છૂટથી મહાલી રહ્યા છે
સાણંદ તાલુકા પંચાયતમાં ગત માસેજ 1.42 કરોડનું શાળાઓના આર ઓ પ્લાન્ટનું કૌભાંડ બહાર આવ્યું હતું તંત્રને આ પ્રકરણની તપાસમાં કોઈ રસ ના હોય તેમ ભીનું સંકેલી લીધું છે ત્યારે કૌભાંડી અધિકારીઓ અને રાજકારણીઓ સામેની સરકારની ઢીલી નીતીજ આવા લોકોને છૂટો દોર આપે છે ભ્રષ્ટાચાર માટે માર્ગ મોકળો કરી આપતી સરકાર સામે ભ્રષ્ટાચારીઓ ને સજાની અપેક્ષા લોકો કઈરીતે રાખે તેવી ચર્ચા લોકમુખે થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...