તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સાણંદમાં 3 દિવસમાં વધુ 3947 લોકોએ કોરોના વિરોધ રસી લીધી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર તથા તાલુકામાં અત્યાર સુધીમાં 66083 પહેલો રસીનો ડોઝ અને 12547 લોકોએ બીજો રસીનો ડોઝ લીધો

સાણંદ શહેર અને તાલુકામાં કોરોનાને હરાવવા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેને લઈને છેલ્લા 3 દિવસમાં 18થી 44 વર્ષના અને 45 વર્ષથી વધુ વયના કુલ 3947 લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન મુકવી હતી. રાજ્ય સહીત સાણંદમાં ધીમે ધીમે કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાનું સંક્રમણને અટકાવા સરકાર દ્વારા કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

ત્યારે સાણંદ શહેરમાં આરોગ્ય વિભાગે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લોકોને સરળતાથી મળી શકે તે માટે આરોગ્ય વિભાગે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. બુધવાર થી શુક્રવાર દરમ્યાન સાણંદ શહેરના સી.એચ સી અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ તાલુકાના ઝોલાપુર, સનાથલ, ઉપરદળ, ચેખલા વગેરે આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન કેમ્પમાં 18થી 44 વર્ષના 3045 લોકો અને 45 વર્ષથી વધારે વયના 902 લોકો મળી કુલ 3947 લોકોએ કોરોના વિરોધી વેક્સિન મુકાવી અને આ વેક્સિન સુરક્ષિત અને સલામત હોવાનો સંદેશો આપ્યો છે.

જ્યારે સાણંદ શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં 66083 પહેલો રસીનો ડોઝ અને 12547 લોકોએ બીજો રસીનો ડોઝ લીધો છે. તંત્ર દ્વારા કોરોનાને હરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે ત્યારે શહેરીજનોએ મોઢા ઉપર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...