તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:સાણંદમાં 4 દિવસમાં વધુ 3713 લોકોએ રસી લીધી

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને હરાવવા 45 વર્ષથી વધુ વયના લોકોએ રસી મુકાવી

સાણંદ શહેર અને તાલુકામાં કોરોનાને હરાવવા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેને લઈને છેલ્લા 4 દિવસમાં 45 વર્ષથી વધુ વયના 3713 લોકોએ કોરોનાને હરાવવા માટે વેક્સિન મુકાવી હતી. રાજ્યમાં વધતા જતા કોરોના કેસોને અટકાવા સરકાર દ્વારા કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે સાણંદ શહેરમાં આરોગ્ય વિભાગે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લોકોને સરળતાથી મળી શકે તે માટે આરોગ્ય વિભાગે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.

સોમવાર થી ગુરવાર દરમિયાન સાણંદ શહેરના સી.એચ સી અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ તાલુકાના ઝોલાપુર, સનાથલ, ઉપરદળ, રેથલ, મોડાસર, વિરોચનગર અને ચેખલા વગેરે આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન કેમ્પમાં 45 વર્ષથી વધારે વયના 3713 લોકોએ કોરોના વિરોધી વેક્સિન મુકાવી અને આ વેક્સિન સુરક્ષિત અને સલામત હોવાનો સંદેશો આપ્યો છે. તંત્ર દ્વારા કોરોનાને હરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે શહેરીજનોએ મોઢા ઉપર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બને છે.

અન્ય સમાચારો પણ છે...