તપાસ:નીધરાડ ગામ નજીક તાજું જન્મેલું મૃત બાળક મળ્યું

સાણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણી સ્રીએ બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજ્યાનું પોલીસનું અનુમાન
  • કડી-સાણંદ રોડ પરની બીજી ઘટના

તાજતેરમાં સાણંદના ભવાનપુર ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર તાજું જન્મેલ બાઈકને ત્યજી દીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર સાણંદ તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ફરી એક વખત સાણંદના નીધરાડ ગામ નજીક રોડ ઉપર તાજું જન્મેલ બાઈક મૃત હાલતમાં મળી આવતા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે..

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે બપોરે 3 કલાક આસપાસ સાણંદ તાલુકાના નિધરાડ ગામની સીમમાં કડી સાણંદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલની સામે રોડની સાઈડમાં એક તાજું જન્મેલ બાળક(ભ્રૂણ)(પુરુષ) મૃત હાલતમાં બિનવારસી હાલતમાં પડેલ હોવાની માહિતી ગામજનોને મળતા તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. કોઈ સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા તાજા જન્મેલ બાળક(ભ્રૂણ)ને મૃત હાલતમાં બિનવારસી હાલતમાં ત્યજી દીધેલ હોવાનો સાણંદ પોલીસે ગુનો નોંધી હાલત પોલીસે અજાણી સ્ત્રીને શોધવા તપાસનો ધમધામટ હાથ ધર્યો છે. સાણંદમાં આ પ્રકારના બનાવ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...