તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સાણંદના લાટી વિસ્તારમાં મોડી રાતે દુકાનમાં આગ, કોઇએ સળગાવી હોવાની શંકા

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ શહેરમાં કુબેરભાઈ લાટી વિસ્તારમાં આવેલી દુકાનમાં રાત્રીના સમયે એકાએક અગમ્ય કારણોસર આગ લગતા સમગ્ર દુકાન બળીને ખાખ થઇ જવા પામી હતી. બીજી તરફ દુકાનદાર દ્રારા કોઈએ દુકાન સળગાવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાણંદ શહેરમાં આવેલ નાની ભાગોળ પાસે કુબેરભાઈ લાટી વિસ્તારમાં આવેલ ખુશાલી મેચિંગ એન્ડ ટેલરીંગ મટીરીયલ્સ નામની દુકાનમાં સોમવારે રાત્રીના 3થી 4 કલાક દરમ્યાન દુકાનમાં આગ લાગતા આસપાસ રહેતા લોકોને આગની જાણ થતા દુકાનના માલિક અનિલભાઈ રાઠોડને જાણ કરતા સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિકો અને દુકાનના માલિકે મળીને પાણીનો મારો ચાલવી આગ ઓલવી હતી. બીજી તરફ ખુશાલી મેચિંગ એન્ડ ટેલરીંગ મટીરીયલ્સ નામની દુકાનના માલિકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે દુકાન શોર્ટ સર્કીટથી આગ નથી લાગી, કોઈએ સળગાવી હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટના અંગે સાણંદ પોલીસે અગમ્ય કારણોસર આગ લાગી હોવાની જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો