આગ:સાણંદ GIDCમાં ખાનગી સ્ટીલ કંપનીમાં આગ ભભૂકી

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મટિરિયલનું ઉત્પાદન કરતા વિભાગમાં અચાનક આગ લાગતા અફરાતફરી, 1 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો

સાણંદ જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં આગ ભભૂકી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જોકે કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 10-42 કલાક આસપાસ સાણંદ જીઆઇડીસીમાં આવેલી નામી સ્ટીલ પ્રા.લી નામની કંપનીના મટિરિયલનું ઉત્પાદન કરતા વિભાગમાં અગમ્યો કારણોસર એકાએક આગ ભભૂકી હતી. આગ લાગતા આસપાસ વિસ્તારમાં અફરાતફરી થઈ હતી. અને લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવી બનવાની જાણ ફાયર વિભાગને કરતા સાણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાયી ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર બનવામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...