દુર્ઘટના:સાણંદના ઉલરીયા નજીક મકાનમાં આગ ભભૂકી, ઘટનામાં કોઈને પણ ઇજા ન પહોંચી

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ભાગોળે આવેલ ઉલરીયા ગામે નજીક સફળ વિહાન સોસાયટીમાં આવેલ એક મકાનમાં બપોરે એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી.

શનિવારે બપોરે સાણંદ તાલુકાના ઉલરીયા ગામ નજીક આવેલ સફળ વિહાન સોસાયટી ખાતે રહેતા અભિષેકભાઈ કપૂરના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતા આસપાસ લોકોના ટોળાં એકઠા થઇ જતા ફાયર બ્રિગેડને જાણ કરાતા સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાય તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘર વખરીને ભારે નુકસાન થવા પામ્યુ હતું. જોકે ઘટનામાં કોઈને ઇજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...