દુર્ઘટના:સાણંદના રૂપાવટી ગામે ઘાસની ગાંસડીઓ ભરેલ વાડામાં આગ ભભુકી

સાણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાડા પાસે ભંગારનું ગોડાઉન પણ આગની ઝપેટમાં બળીને ખાખ

સાણંદના રૂપાવટી ગામે ઘાસની ગાંસડીઓ ભરે વાડામાં આગ ભભૂકી જે આગ પ્રસરીને નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી આવતા અફરાતફરી મચી હતી. જોકે સાણંદ ફાયર બ્રિગેડે  આગ ઉપર કાબુ મેળવીને વધુ નુકસાન થતા અટકાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બુધવારે સાંજે 4:30 કલાક આસપાસ સાણંદ તાલુકાના રૂપાવટી ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ ઘાસ ભરેલ વાડામાં આગ ભભૂકી હતી જેને લઈને આસપાસના અફરાતફરી મચી હતી. આગ નજીક આવેલ ભંગાર ના ગોડાઉનને પણ આગના ઝપેટમાં લેતા સમગ્ર ગોડાઉન બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. આગના બનાવ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાય ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવાના પ્રત્યનો ચાલુ કર્યા. 25 હજાર જેટલાં પાણીના જથ્થાનો મારો ચલાવ્યા બાદ મહા મહેનતે આગ ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...