તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:સાણંદ પાસે આવેલી ખાનગી કંપનીના ભંગારમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી

સાણંદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. - Divya Bhaskar
ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
 • 22 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો

સાણંદ શહેર પાસે કડી રોડ ઉપર આવેલી મોર્ડન કંપનીના ભંગારમાં આગ ભભૂકી હતી. ઘટનાની જાણ સાણંદ ફાયર બ્રિગેડને કરતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

રવિવારે રાત્રે 8 વાગ્યાં આસપાસ સાણંદ શહેર પાસે આવેલી મોર્ડન કંપનીના ભંગારમાં એકાએક આગ ભભૂકી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા થવા પામ્યા હતા. બનાવ બનતા કંપનીમાં જાણ થતા ઘટના સ્થળે આવી ફાયર બ્રિગેડને જાણ કરાતા સાણંદ ફાયર બ્રિગેડના ડીસીઓ કમ ફાયર મેન ધવલભાઈ પટેલ અને તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબુ મેળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

બીજી તરફ આગ વધુ પ્રસરતા અમદાવાદ મ્યુનિ. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગની સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડએ આશરે 22 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કંપનીના ભંગારમાં શોર્ટ શર્કિટ થવાને કારણે આગ ભભૂકી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક તારણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો