દુર્ઘટના:ઈયાવા પાસે લાકડાનાં બોક્સ બનાવતી ખાનગી કંપનીમાં આગ

સાણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગના ધુમાડા 3 કિલોમીટર સુધી દેખાયા
  • વિરમગામ હાઇવે પરની મહાલક્ષ્મી એસ્ટેટની ઘટના

સાણંદ –વિરમગામ હાઈવે પર આવેલ મહાલક્ષ્મી એસ્ટેટની ખાનગી કંપનીમાં બુધવારે બપોરે એકાએક આગ ભભૂકી ઉઠી હતી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અમદાવાદ અને સાણંદ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સાણંદ –વિરમગામ હાઈવે પર સાણંદના ઇયાવા ગામ પાસે આવેલ મહાલક્ષ્મી એસ્ટેટમાં લાકડાના બોક્ષ બનાવતી ટોટલ ટીમ્બર લી. કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના ધુમાડા અંદાજે 3 કિમિ દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરતા સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાય તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...