તસ્કરી:તેલાવના નાયરા પેટ્રોલપંપ બાજુમાં પાર્ક કરેલું ડમ્પર ચોરાયું

સાણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ

સાણંદના તેલાવ પાસે સરખેજ હાઇવે પર આવેલ નાયરા પેટ્રોલપંપની બાજુમાં રિપેરિંગ માટે લાવેલ અને પાર્ક કરેલ રૂ.20 લાખના ડમ્પરની ચોરી થતા કન્સ્ટ્રકશનનો ધંધો કરતા પોરબંદરના ઈસમે સાણંદ પોલીસમાં ચોરીની ઘટના અંગે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૂળ પોરબંદરના અને હાલ ધોળકા ખાતે રહેતા હરીશભાઇ પરબતભાઇ કારાવદરા તેઓ નથરાજ એન્ટરપ્રાઇઝના નામે કંન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે અને તેઓને 8 ડમ્પર છે. જેમાં 1 આઇવા ટાટા કંપની ડમ્પરના ડ્રાઇવર તરીકે 1 વર્ષથી સંતરામપુરના રહેવાસી રણજીતભાઇ ફતેહસિંહ ખાંટ છે.

ડમ્પરો માટી કામમાં બાવળા તેમજ ધોળકા ફેરવે છે પણ હાલમાં વરસાદ હોવાથી કામ બંધ હતુ જેથી ડમ્પર ગાડી તા.10/08/2022ના રોજ ગીબપુરા ખાતે આવેલ ટાટા યુનીવર્સલ મોટર્સમાં રીપેરીંગ માટે ડ્રાઇવર રણજીતસિંહ ફતેસિંહ ખાંટ લઇને ગયેલ અને ગાડી રીપેર થઇ જતા તા. 18 ઓગસ્ટે ટાટા યુનીવર્સલ મોટર્સમાં પાર્કીંગની જગ્યા ન હોય ગાડી લઇ જવા માટે જણાવેલ જેથી ગાડીનો ડ્રાઇવર રણજીતસિંહ ટાટા યુનીવર્સલ મોટર્સ ખાતેથી ગાડી લઇ તેલાવ ખાતે આવેલ નાયરા પેટ્રોલપંપની બાજુમાં આવેલ પાર્કીંગમાં સવારના સાડા 11 વાગ્યે ગાડી પાર્ક કરી ડ્રાઇવરે હરીશભાઈને જાણ કરી હતી.

ત્યાર બાદ તા.28ના રોજ ગાડીનો ડ્રાઇવર ગાડીની બેટરી ઉતરી ન જાય તે માટે ગાડી ચાલુ કરવા માટે સવારના 11 વાગ્યાના સુમારે ગયેલ તો ડમ્પર પાર્કીંગમાં જણાયેલ નહી. જેથી ડ્રાયવર રણજીતસિંહે તેના માલિકને જાણ કરતાં તેઓ તેલાવ નાયરા પેટ્રોલપંપ ઉપર ગયેલ અને ત્યાં આગળના પેટ્રોલપંપના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા ડમ્પર તા.24ના રોજ રાત્રે પાર્કીંગમાંથી નીકળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...