તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાણંદના રેથલ ગામેથી ડિગ્રી વિનાનો એક ડોક્ટર ઝડપાયો

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ વડનગરના રહેવાસી બોગસ તબીબને 15352ના મુદ્દામાલ સાથે એસઓજીએ ઝડપી લઇ કાર્યવાહી શરૂ કરી

સાણંદ શહેરમાં રહેતો અને રેથલ ગામે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી અને એલોપેથીક દવાઓ આપતો બોગસ ડોક્ટરને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે ઝડપી લઇ 15352નો મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોક્ટરના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. ડી.એન.પટેલને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી શાખાના હે.કો. મહેશભાઇ પરષોત્તમભાઇને બાતમી મળેલ જેથી મંગળવારે બપોરે ૩ કલાકે સાણંદ તાલુકાના રેથલ ગામે મકાન ભાડે રાખી ગે.કા રીતેદવાખાનુ રાખી ર્ડાક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસકરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ સુરેશકુમાર જોઈતારામ મોદી (હાલ રહે. શાંતનુ સોસાયટી મકાન નંબર 19-એ સાણંદ મુળ રહે. સુંઢીયા તા.વડનગર જી.મહેસાણા) વાળાને જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી કિં.રૂ.15352ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ઇસમ વિરૂધ્ધ સાંણદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેાશનમાં ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં સાણંદના અનીયારી ગામથી ગે.કા રીતે દવાખાનુ ચલાવતા અલગ અલગ 2 બોગસ ડોક્ટરો ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...