તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SOGની કાર્યવાહી:સાણંદના બોળ ગામેથી ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર પકડાયો

સાણંદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાણંદના બોળ ગામેથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટરને ગ્રામ્ય SOG ટીમે ઝડપી લીધો. - Divya Bhaskar
સાણંદના બોળ ગામેથી ડીગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટરને ગ્રામ્ય SOG ટીમે ઝડપી લીધો.
 • અગાઉ નિધરાડ ગામેથી પણ બોગસ ડોક્ટર ઝડપાયો હતો
 • ડિગ્રી વગર ચાલતું દવાખાનું ગ્રામ્ય SOG ટીમે ઝડપી પાડ્યું

સાણંદના બોળ ગામે દુકાન ભાડે રાખી માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરેલ અને ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી અને એલોપેથીક દવાઓ અને ઈન્જેકશનથી સારવાર કરતો બોગસ ડોક્ટરને અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમે ઝડપી લઇ 13442ના મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોક્ટરના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદ જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા એસ.ઓ.જી શાખાના પો.ઇન્સ ડી.એન પટેલને આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શનને લઈને એસ.ઓ.જી શાખાના હે.કો ભરતસિંહ ખુમાનસિંહને બાતમી મળેલ જે આધારે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે બુધવારે સાંજે 5 કલાકે સાણંદ તાલુકાના બોળ ગામે દુકાન ભાડાથી રાખી તેમાં જય અંબે કલીનીક નામના દવાખાનામાં રેડ કરી ડોક્ટર તરીકેની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથિક દવાઓ આપતો ઇસમ રમેશભાઈ આત્મારામ લોહાણા (રહે.ઘાટલોડિયા અમદાવાદ)ને ઝડપી લીધો હતો.

રેડ દરમ્યાન એસ.ઓ.જી ટીમે એલોપેથિક દવાઓ, ઈન્જેકશન તેમજ મેડીકલ સાધનો મળી કુલ ૧૩,૪૪૨ રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રેડ દરમ્યાન ઝડપેલ બોગસ ડોક્ટર રમેશભાઈ આત્મારામ લોહાણાની પુછપરછ કરતા તેની પાસે મેડીકલ ડીગ્રી કે એલોપેથિક દવાઓ રાખવા બાબતે કોઈ લાઈન્સન નથી લાયન્સ વગર એલોપેથિકની દવાઓ રાખી એલોપેથિકની પ્રેક્ટીસ કરતો હોવાનું જણાવેલ તેમજ ગુજરાત કાઉન્સીલમાં કોઈ રજીસ્ટશન કરાવેલ નથી અને પોતે ધોરણે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બોગસ ડોક્ટર રમેશભાઈ આત્મારામ લોહાણાના વિરુદ્ધમાં સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસની વધુ તજવીજ હાથ ધરી છે. અંત્રે નોંધપાત્ર છે કે થોડાક મહિનાઓ પહેલા સાણંદ તાલુકાના નિધરાડ ગામેથી પણ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. જ્યારે ફરી સાણંદ તાલુકાના બોળ ગામે દુકાન ભાડાથી રાખી તેમાં જય અંબે કલીનીક નામના દવાખાનામાં રેડ કરી ડોક્ટર તરીકેની એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથિક તબીબની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથિક દવાઓ આપતો ઇસમ રમેશભાઈ આત્મારામ લોહાણા (રહે.ઘાટલોડિયા અમદાવાદ)ને ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આવા બોગસ ડોક્ટર વારંવાર પકડાય છે. આવા ડોક્ટરને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો છે. માટે તંત્ર દ્વારા આવા બોગસ ડોક્ટરને ઝડપવા માટે ઝુંબેશ હાથ ધરવી જોઈએ જેના કારણે લોકોના આરોગ્ય સામે ચેડા થતી અટકી જાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો