કાર્યવાહી:સાણંદના મોડાસર ગામેથી જુગાર રમતાં 9 ઝડપાયા

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 76 હજાર રોકડા સહિત 1.31 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

સાણંદ તાલુકાનાં મોડાસર ગામે તીનપત્તિનો પૈસાની હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને ચાંગોદર પોલીસે બાતમીને આધારે ઝડપી લીધા હતા .. પી.વી. દેસાણી ચાંગોદર પો.સ્ટે. નાઓને મળેલ બાતમી મળી હતી કે સાણંદ તાલુકાનાં મોડાસર ગામે કેટલાક ઇસમો ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી ચાંગોદર પોલીસે સાણંદના મોડાસર ગામે વોચ ગોઠવી હારજીતનો તીન પત્તીનો પૈસા પાના થી જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ રૂપિયા રૂ.76010 તથા તથા મોબાઇલ ફોન નંગ-૦5 કિ.રૂ. 55000 મળી કુલ કિ.રૂ 131010 ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

જુગારીઓમાં દિગ્વીજયસિંહ ભીમાભાઈ સોંલકી, દિગ્વીજયસિંહ જલુભાઈ ડાભી, દિગ્વીજયસિંહ જોરૂભાઈ સોંલકી, વિજયસિંહ દશરથસિંહ સોંલકી, અનિરૂધ્ધસિંહ રાધવેંદ્રસિંહ સોલંકી, અલ્પેશસિંહ જલુભાઈ ડાભી, જયદીપસિંહ અજીતસિંહ સોંલકી, કુલદીપસિંહ મુકેશસિંહ સોંલકી, યતિશભાઈ અરૂણકુમાર વ્યાસ (તમામ રહે. મોડાસરગામ તા.સાણંદ)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...