સાણંદ તથા આસપાસમાં વિદેશી દારૂનો વેપલો વધ્યો હોવાનું પોલીસને ધ્યાને આવતા પોલીસે આવા સ્થળો અંગે તપાસ કરતા સાણંદના નિધરાડના ખેતરમાંથી 81 હજારનો વિદેશી દારૂનો જપ્ત કરી સાણંદના મોટા ઠાકોર વાસના યુવક વિરુદ્ધ સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદ પોલીસને બાતમી મળેલ કે નિધરાડ વાંસજડા રોડ યુપીઆર નિધરાડ ગામની સીમમાં એએવીઇએલ નાગદેવતા મંદિરની પાછળ આવેલા પડતર ખેતરમાં સાણંદના મોટા ઠાકોરવાસ ખાતે રહેતો મયુર ઉર્ફે મયલો પ્રતાપજી ઠાકોરે ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો સંતાડેલ છે. જેથી રવિવારે વહેલી સવારે 4:45 વાગ્યાના સુમારે બાતમી વાળી જગ્યાએ સાણંદ પોલીસના સ્ટાફે છાપો મારતા જગ્યાએ કોઈ હાજર નહી મળ્યો ન હતો.
પડતર ખેતરમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂના બિયર 192 ટીન અને દારૂની 144 બોટલો મળી કુલ રૂ.81600નો મુદ્દામાલપોલીસે જપ્ત કર્યો હતો જ્યારે મયુર ઉર્ફે મયલો પ્રતાપજી ઠાકોર વિરુદ્ધ સાણંદ પોલીસે ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ હાથ ધરી છે. જેને લઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.