તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાણંદના અલગ અલગ 2 સ્થળથી 6.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 7 શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સાણંદના ભાટિયા વાસમાં અને ચેખલા રેલ્વે ફાટક પાસેથી કારમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 3 ઈસમોને ઝડપી લઇ અને 7 ઈસમો વિરૂદ્ધમાં પોલીસે ગુનો નોંધ્યો છે. મંગળવારે સાંજે 5.30 કલાકે નાયબ પોલીસ અધિક્ષક કે.ટી કામરીયા નાઓને બાતમી મળી કે સાણંદમાં ભાટિયા વાસમાં રહેતા ભુપતજી બાબુજી ઠાકોર તેના ઘરે દારૂનો વેપાર કરે છે. અને હાલમાં દારૂનું વેચાણ ચાલુ છે.

જેથી સાણંદ પોલીસે બાતમી વાળા જગ્યા છાપો મારી દારૂની 112 નંગ બોટલો કિં. 40000ના મુદ્દામાલ સાથે ભુપતજી બાબુજી ઠાકોર (રહે.સાણંદ)ને પોલીસે ઝડપી લઇ પોલીસે વિદેશી દારૂના જથ્થા અંગે ઝડપાયેલ ભુપતજી બાબુજી ઠાકોરની પૂછપરછ કરતા કડી ખાતે વિરભાઈ નામના શખ્સ પાસેથી લાવી વેચાણ કરતાનું પોલીસ તપાસમાં બહાર આવતા સાણંદ પોલીસે ભુપતજી બાબુજી ઠાકોર અને વીરભાઈ (રહે.કડી) વિરુદ્ધમાં ગુનો નોંધયો છે

જ્યારે સાંજે 7 કલાકે એલસીબી ટીમને બાતમી મળી હતી કે કારમાં દારૂનો જથ્થો ભરેલ છે તે કડી-થોર રોડથી સાણંદ થઇ અમદાવાદ શહેર તરફ જનાર છે. જેથી પોલીસ ટીમે સાણંદના ચેખલા ફાટક નજીક વોચ ગોઠવી હતી અને બાતમી વાળી કાર આવતા તેને રોકી બળવંતસિંહ રણજીતસિંહ ચૌહાણ અને જગદીશકુમાર અસલારામ પ્રજાપતિ (બંને રહે.રાજસ્થાન)ને ઝડપી લઇ કારમાંથી દારૂની નંગ 370 બોટલો જેની કિં.રૂ.197800, રોકડ રૂ.1600, 2 મોબાઈલ જેની કિંમત 3000 અને કાર 4 લાખ મળી કુલ રૂ.6,02,400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ઝડપાયેલ ઈસમોની દારૂનો જથ્થો ક્યાંથી ભરી ક્યા લવાનો છે.

તે અંગે પુછપરછ કરતા ડ્રા.બળવતસિંહએ જણાવેલ કે સાંચોર રોડ ઉપરના એક ઠેકા ઉપરથી વિષ્ણુભાઈ બગારામ બિશ્નોઈ, જેઠારામ ભીમારામ જાટ, મોહન પુરનારામ ગીલા બિશ્નોઈએ લાવ્યો હતો. સાણંદ પોલીસ સ્ટેશનમાં બળવંતસિંહ રણજીતસિંહ ચૌહાણ, જગદીશકુમાર અસલારામ પ્રજાપતિ, વિષ્ણુભાઈ બગારામ બિશ્નોઈ, જેઠારામ ભીમારામ જાટ, મોહન પુરનારામ ગીલા બિશ્નોઈના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી ધરી છે.

અન્ય સમાચારો પણ છે...