તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સાણંદ-બોટાદ અને વહેલાલમાં 6થી 8ની શાળાઓ ખુલી, સાણદમાં પ્રથમ દિવસે 30% જેટલી હાજરી

સાણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાણંદ - Divya Bhaskar
સાણંદ
  • વહેલાલમાં 90, ચવલજમાં 40, પીરાણામાં 10 વિદ્યાર્થી હાજર રહ્યા

રાજ્ય સરકારે ગુરુવારે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરુ કરવાની છૂટછાટ આપતા સાણંદ માં સરકારી તેમજ ખાનગી શાળાઓમાં બાળકોનો કિલકિલાટ આશરે દોઢ વર્ષ બાદ ફરીથી ખીલી ઉઠ્યો હતો . માર્ચ 2020થી એટલેકે કોરોનની પ્રથમ લહેરથીજ સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓનું શિક્ષણ ઠપ્પ થઇ ગયું હતું અને માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું ત્યારે હવે કોરોનની અસર નહિવત થતા રાજ્ય સરકારે ગુરુવારથી ધોરણ 6થી 8 ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપતા બાળકો સહીત વાલીઓમાં પણ પ્રથમ દિવસે ઉત્સાહ જોવા મળ્યો હતો .

વહેલાલ
વહેલાલ

સાણંદની સંસ્કાર પ્રાથમિક શાળામાં સંપૂર્ણ sop ના પાલન સાથે વાલીઓની લેખિત સંમતિ બાદ વર્ગો શરુ કરાયા હતા . આચાર્ય પિયુષભાઇ દરજીના જણાવ્યા મુજબ સરકારની ૫૦% હાજરીની મંજૂરી સામે પ્રથમ દિવસે વિધાર્થીઓની ૩૦% હાજરી રહેવા પામી હતી.

બોટાદ
બોટાદ

તમામ વિધાર્થીઓને માસ્ક સાથે પ્રવેશ અપાયો હતો અને સૅનેટાઇઝરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી . એક બેન્ચ પર બેજ વિધાર્થીઓને બેસાડયા હતા. અને સંપૂર્ણં કાળજી રખાઈ હતી. જ્યારે દસક્રોઈની શાળાઓમાં આરંભ થયો છે.વહેલાલ એ.એચ.શાહ વિધાવીહારમાં 90 વિધાર્થીઓ,ચવલજમાં 40 તો પીરાણા મા 10 વિધાર્થીઓ દફતર માસ્ક સાથે વાલીઓના સંમતિ પત્ર સાથે ભણવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...