કાર્યવાહી:સાણંદના નટરાજ એસ્ટેટમાં જુગાર રમતા 6 ઝડપાયા, 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદના નટરાજ એસ્ટેટમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાણંદ પોલીસને મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરીને 6 લોકોને જુગાર રમતા ઝડપી લઇ રૂ.25250 જપ્ત કરી તમામના વિરૂદ્ધમાં ગુનો નોંધયો છે.જેને લઈને જુગાર રમતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે. સાણંદ પોલીસના પો.કો. હરપાલસિંહ મુળરાજસિંહ બાતમી મળેલ કે સાણંદના નટરાજ એસ્ટેટમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રમાડે છે.

જેથી મંગલવારે રાત્રે 12:15 કલાકે સાણંદ પોલીસના હે.કો જસવંતભાઈ મફતભાઈ, હે.કોદિલિપસિંહ ઘનશ્યામસિંહ, પો.કો હરપાલસિંહ મુળરાજસિંહ, પો.કો વિપુલભાઈ જેસંગભાઈની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરીને ચંદુ ચકરા સેનવા (રહે.ઇયાવા), મુકેશ ચકરા સેનવા(રહે.ઇયાવા), વિક્રમ વિજય ઠાકોર (રહે.વાસણા), કનુ કાંતિ રાવળ(રહે.ઇયાવા), પ્રવીણ ત્રિકમ કો.પટેલ(ઘનશ્યામ એસ્ટેટ, વાસણા ઇયાવા), દિનેશ ગાભા સેનવા(રહે.ઇયાવા)ને જુગાર રમતા રોકડ રૂ.25250 સાથે ઝડપી લીધા હતા. સાણંદ પોલીસે ઝડપાયેલ જુગારીઓના વિરૂદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...