કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ અનુભૂતિ-વિજ્ઞાન પ્રદર્શન India@75 વિષય પર પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની વિસ્મય સભર શોધખોળની પ્રસ્તુતિ એટલે અનુભૂતિ પ્રોજેક્ટમાં શાળાના વિદ્યાર્થીઓએ india@75 અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજી ધર્મ, ભાષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, અર્થશાસ્ત્ર, વૈદિક ગણિત, તકનિકી જીવનશૈલી, રોબોટિક સાયન્સ વગેરે વિષયો પર વિવિધ પ્રોજેક્ટ રજુ કર્યા હતા.
અનુભૂતિનું ઉદ્ઘાટન આર.એમ. પંડયા નિવૃત વરિષ્ઠ વૈજ્ઞાનિક ઈસરો, કમલેશભાઈ ઉદાસી, પૂર્વ પ્રોજેક્ટર ડાયરેક્ટર, ફિલ્મ મેકર તથા એ.કે. કાંડીયા નિવૃત વરિષ્ઠ વૈજ્ઞાનિક હસ્તે કરી મુલાકાતીઓ માટે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અનુભૂતિ કાર્યક્રમમાં અભિભાવકોના પ્રતિભાવો નિર્ણાયકોના આધારે વોટર સાયકલ, વિસરતી જતી વાનગીઓ, મંગળયાન, અવકાશક્ષેત્રે મોકલેલા ઉપગ્રહ, રોબોટીક્સ, ટેલીસ્કોપ, મેથેમેટિક્સ ગાર્ડન વગેરે પ્રોજેક્ટ વિશેષ આકર્ષણના કેન્દ્ર રહ્યા હતા.
શાળામાં કુલ 31 પ્રોજેક્ટ વર્ક પ્રદર્શનમાં 510 બાળકોએ ભાગ લીધો હતો.અનુભૂતિના બીજા દિવસે નિર્ણાયક તરીકે ડૉ. વિવેકભાઈ દવે, અધ્યાપક બાવળા કોલેજ તથા જયેશભાઈ શીર, અધ્યાપક વગેરે મહાનુભાવોએ શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટ જાહેર કર્યા હતા. સમગ્ર અનુભૂતિનું સંચાલન શિક્ષક સંયોજક . જીજ્ઞાબેન સોની, પ્રિયંકાબેન, રક્ષાબેન અને ઇન્દ્રાબા જાડેજા એ કર્યું હતું. સંસ્થા ના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ ડૉ. મનીષ દેત્રોજાએ સર્વે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વિશેષ આ શાળા જેની પરિકલ્પના મુજબ પ્રગતિ કરી રહી છે તેવા નિયામકનો આ પ્રસંગે હૃદયપૂર્વક નીલકંઠ પરિવાર આભાર વ્યકત કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.