કોર્ટનો આદેશ:સોનીને છરીની અણીએ લૂટનારા 5 લૂંટારુ 3 દિવસના રિમાન્ડ પર

સાણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના ઈયાવા પાસે સસ્તું સોનું આપવાના બહાને સોની પાસેથી રૂ.12.65 લાખની લુંટ ચલાવાઇ હતી

તાજેતરમાં સાણંદના ઇયાવા ગામના પાટિયા પાસે રાજસ્થાનના અજમેરના કીશનગઢ સોના ચાંદીના વેપારીને ભુજના 5 ઇસમોએ સસ્તું સોનું આપવાની લાલચ આપી સાણંદ ઇયાવા ગામના પાટિયા પાસે લઈ જઇ છરીની અણીએ રૂ.12.65 લાખની લૂટ આચરી ફરાર થયા હતા ઘટનાને પગલે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે સાણંદ પાસેથી 5 આરોપીને પકડી લીધા હતા અને કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.

રાજસ્થાનના અજમેરના કીશનગઢના ગીરધારીદાસ રતનલાલજી સોનીને ભુજના ઇસમોએ ફેસબુક આધારે વેપારીનો સંપર્ક કરી અને વેપારીને સસ્તું સોનું આપવાની વાત કરી જેને લઈને ગીરધારીદાસ પૈસા ભરેલો થેલો લઈ 10 ફેબ્રુઆરીએ સાણંદના શાંતિપૂરા નજીક આવ્યો હતો. ત્યારે આ ઇસમોએ સ્કોર્પીયો ગાડીમાં સોનીને બેસાડી સાણંદના ઇયાવા ગામના પાટિયા પાસે લઈ જઈ છરીની અણીએ રૂ.12.65 લાખની લૂટ કરી ફરાર થઈ જતાં જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ત્યારે ગ્રામ્ય એસ.ઓ.જી.શાખાએ વિરમગામ સર્કલ ખાતે વોચ ગોઠવી મોહમદ હનીફ દાઉદ કાસમ સના,મહોમદ હુશેન ઉર્ફે મામદભાઇ લંઘા, અકબર મહેમુદભાઇ માજોઠી, સીરાજુદીન ઓસમાન આમદ વિરા, ઇમરાન મુબારક ઇસ્માઇલ જુણેજાને રૂ.25,47,050ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. અને સાણંદ જીઆઈડીસી પોલીસને સોંપયા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં પાચેય આરોપીઓને કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ ઉપર ધકેલયા છે.

અન્ય સમાચારો પણ છે...