તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:સાણંદમાં 5 પંચાયત ઘર, 5 રસ્તાના નિર્માણનું મુહૂર્ત, 74 લાખના ખર્ચે પંચાયત ઘર બનશે

સાણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાણંદ તાલુકાના ગોધાવી ગામે અંદાજીત 74 લાખના ખર્ચે પાંચ પંચાયત ઘર તથા અંદાજીત 7.50 લાખના ખર્ચે પાંચ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત સાણંદ બાવળાના ધારાસભ્યકનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

સાણંદ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતો ગોધાવી , કોલટ, કાણેટી, સનાથલ અને અણદેજના પંચાયત ઘરો જે 74 લાખના ખર્ચે નિર્માણ પામવાના છે તેમજ તાલુકાના પાંચ રસ્તા જેમાં મોરૈયાથી ચાંગોદર રોડ , સાણંદ -કાણેટી -શેલા -ગોધાવી રોડ,મણિપુર -ગરોડીયા, મણિપુર ડેન્ટલ કોલેજ રોડ,તેલાવ -જીવનપુરા -સનાથલ રસ્તાઓના ડામર ,રિસર્ફેસ અને વાઈડનીંગ જેવા અલગ અલગ કામો જે 7.50 કરોડના ખર્ચે થનાર છે તેનું પણ ખાતમુહૂર્ત સાણંદ -બાવળા ધારાસભ્ય કનુભાઈ પટેલ ના હસ્તે અને તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબા વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું .આ પ્રસન્ગે સાણંદ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જે.પી વાઘેલા સહીત ગ્રામજનો સોશીયલ ડીસ્ટન્સ સાથે અને મોઢા ઉપર માસ્ક પહેરી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો