કાર્યવાહી:સાણંદમાંથી વરલી મટકાનો જુગાર રમતા 5 ઝડપાયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ શહેરના ઘોડાગાડી સ્ટેન્ડ પાસે વરલી મટકાનો જુગાર ધામ ચલાવતા શખ્સના ત્યાં પોલીસે રેડ કરી રૂ.69,002 નો મુદ્દામાલ સાથે 5 જુગારીને ઝડપી લઈને તમામ વિરુદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસને બાતમી મળી હતી કે સાણંદના ઘોડાગાડી સ્ટેન્ડ પાસે આવેલ જાહેર શૌચાલય પાસે દિલીપસિંહ ઉર્ફે દિલો વાઘેલા (સાણંદ)નો પોતાના અમુક માણસો રાખી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડે છે.

જેથી સાણંદ પોલીસે બાતમી વાળા સ્થળે રવિવારે સાંજે 5:45 કલાકે રેડ કરી વરલી મટકાનો જુગાર રમી રહેલા દિલીપસિંહ ઉર્ફે બહાદુરસિંહ વાઘેલા (સાણંદ), રણજીતસિંહ રમાભાઈ ચૌહાણ (ગોરજ), વિક્રમભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (તેલાવ), શૈલેષ ઉર્ફે કાળીયો બાબુભાઈ ઠાકોર (સાણંદ), કનુભાઈ બાબુભાઇ ઠાકોર (સાણંદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રેડ દરમ્યાન રોકડા રૂ.34,500, 3 મોબાઈલ સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 69,002નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા 5 શખ્સો વિરુદ્ધમાં સાણંદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદ તાલુકામાં જુગારની બદી ઘર કરી ગઇ છે. અવારનવાર જુગારીઓ જુગાર રમતા પકડાય છે. ઉપરાંત વરલી મટકાનો જુગાર પણ રમાવા લાગ્યો છે. જેના કારણે પોલીસ પણ સક્રિય બની છે અને બાતમીદારો કામે લગાડી જુગારીઓને ઝડપી લેવા માટે કામે લાગી છે. ત્યારે પોલીસે ઘોડાઘા઼ડી સ્ટેન્ડ પાસેથી વરલી મટકાનો જુગાર રમતા 5ને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...