કાર્યવાહી:સાણંદના ગીબપુરાથી જુગાર રમતા 5 ઝડપાયા

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.17340નો મુદ્દામાલ જપ્ત કરાયો

સાણંદ તાલુકાના ગીબપુરા ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાણંદ પોલીસને મળતા ઘટના સ્થળે રેડ પાડતા કુલ 17340/- ના મુદ્દામાલ સાથે5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાણંદ પોલીસે ગુરુવારે સાંજે બાતમીના આધારે સાણંદ તાલુકાના ગીબપુર ગામે આવેલ મોમીન વાસ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરતા અબ્દુલરહીમ ફાજલભાઈ મોમીન, સદ્દમહુસેન મહેબુબમિયા શેખ, મહેશભાઈ કરમણભાઈ મકવાણા, ભરતભાઈ જેરામભાઈ મકવાણા, પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ નાયક (તમામ રહે.ગીબપુરા ગામ, તા.સાણંદ) નાઓની રેડ દરમ્યાન રોકડ રૂ 17340ના મુદ્દામાલ સાથે સાણંદ પોલીસે અટકાયત કરી તેઓના વિરૂદ્ધમાં જુગાર ધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જનમાષ્ટમીને પુરી થયે મહિના જેટલો સમય વિત્યો છતાં જુગારીઓને મોહ છુટતો નથી.

અન્ય સમાચારો પણ છે...