મોંઘવારી:રાંધણ ગેસના ભાવમાં 50ના વધારાથી સાણંદના 40,000 ગ્રાહકો ત્રાહિમામ્

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના લોકો પર 20 લાખનો બોજ

ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં રૂ.50 ના વધારાથી સાણંદ શહેર અને તાલુકામાં ગેસ સિલિન્ડર પરાવતા અંદાજે 40 હજાર ગ્રાહકો પર 20 લાખનો બોજો વધ્ય છે. ફક્ત 15 દિવસના સમયગાળામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ૨.100 ના વધારાથી રાંધણગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોમાં ભારે ત્રાહિમામ થઇ ઉઠ્યા છે.

મોંઘવારીના એક પછી એક ડામથી મધ્યમ વર્ગનું જીવન દોયલું બન્યું છે. આવકની સામે પેટ્રોલ, ડીઝલ, રાધણ ગેસ સહિતની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં બેફામ ભાવનો વધારો ઝીંકી દીધો છે. જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઘરેલુ ભાવમાં પુનઃ વધારો ઝીંકવામાં આવ્યો છે.

ગત 7 મેના શનિવારે ઓઇલ કંપનીઓ દ્વારા રાંધણગેસના બાટલામાં રૂ.50નો વધારો કરતાં સાણંદમાં ઘરવપરાશના ગેસ સિલિન્ડરમાં રૂ.50 નો વધારો ઝીંકાના ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.1006 થયો છે. સાણંદ શહેર અને તાલુકા હાલમાં અંદાજે 40 હજાર ઘર વપરાશના ગેસ સિલિન્ડર ધારકો પર કુલ 20 લાખનો બોજ પડતા લોકોને ભારે હાલાકી પડી છે. મોંઘવારીના એક પછી એક ડામથી મધ્યમવર્ગનું જીવન દોહ્યલું બન્યું છે. પેટ્રોલ,ડીઝલ,ગેસ સહિતનીચીજ-વસ્તુઓમાં બેફામ ભાવ વધારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...