કોરોનાનો કહેર:સાણંદમાં વધુ 4 પોઝિટિવ, કુલ 280 કેસ થયાઃ એક દિવસ માત્ર 2 કેસ નોંધાયા બાદ ફરીથી કોરોના પોઝિટિવનો આંક વધ્યો

સાણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નાગરિકોમાં જાગૃતિને અભાવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કર્યો છે

સાણંદ તાલુકામાં 4 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે આરોગ્ય સૂત્રોએ જણાવ્યું કે શહેરના શિવમ ફ્લેટમાં 31 વર્ષીય યુવકને પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. સાણંદ નળ સરોવર રોડ ઉપર આવેલી યસ પ્રકાશ સોસાયટીમાં 44 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમજ સાણંદ બાવળા રોડ ઉપર આવેલ દરબારી બગીચામાં 22 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે સાણંદ તાલુકાના ગોરજ ગામે 48 વર્ષીય મહિલાને કોરોના આવ્યો છે. આમ એક જ દિવસમાં સાણંદ તાલુકામાં 3 કેસ અને ગ્રામ્યમાં 1 પોઝીટીવ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વે, સ્કેનિંગ સૅનેટાઇઝ પ્રકિયા હાથ ધરીને પોઝીટીવ દર્દીઓને સારવાર માટે ખસેડીને સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની તજવીજ કાર્યવાહી ચાલુ કરાઈ હતી. શહેરમાં 142 કેસ અને તાલુકાના 138 કેસ એમ કુલ 280 કેસો પોઝિટિવ નોંધાયા છે.

દેત્રોજના ઘેલડામાં મહિલાને કોરોના પોઝિટિવ
રામપુરા ભંકોડા: દેત્રોજ તાલુકાના ઘેલડા ગામે રહેતી મહિલાને શરદી ઉધરસના લક્ષણ જણાઈ આવતા કડી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ અમદાવાદ લઇ જવાઇ હતી સેમ્પલ લેતા મહિલાને કોરોના પોઝિટિવ જાહેર થયો હતો મહિલા હાલ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે મહિલાના આસપાસના રહેણાક વિસ્તાર માં આરોગ્યની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

ધોળકામાં રવિવારે કોરોનાનો એકેય કેસ નહીંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...