ધરપકડ:સાણંદનાં મંદિરોમાં ચોરી કરનારી ‘હઠિલા’ ગેંગના 4 શખ્સો ઝડપાયા

સાણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદ બાયપાસ રોડ પર આવેલા ઉમિયામાતાના મંદિરે ગઇ તા.8ના રાત્રિના કલાક એક દોઢ વાગ્યાની આસપાસ ચોકીદાર નવઘણભાઇ હનુભાઇ વાઘેલા ઉમિયામાતાના મંદીરમા ધુમ્મટ નીચે ગાદલુ નાંખી સુઇ ગયા હતા. મંદિરની દાનપેટી તુટવાનો અવાજ આવતા જાગી ગયા હતા. બેઠા થઇ જોતા બે માણસો દાનપેટી તોડતા હતા અને ફરિયાદીને જાગેલો જોઇ બાજુમાંથી ત્રણ માણસો આવી ફરીયાદીને પકડી લીધા હતા. ઝપાઝપી કરવા લાગેલા અને દાનપેટી તોડતા બે માણસો તથા બીજો એક માણસ તેના હાથમાનો લોખંડનો સળીયો માથામાં મારતા લોહી નીકળવા લાગ્યું હતું.

ફરીયાદીના ખીસ્સામાંથી પાકીટ માથી રૂપિયા 5000 કાઢી લીધા હતા. મંદીરની દાનપેટી તોડી દાનપેટીમાથી રોકડ રૂપીયા 25000 કાઢી લઇ કુલ રૂપીયા 31000ની લુંટ કરી ખેતરોમા થઇ ભાગી જઇ ગુનો કર્યા બાબતની ફરિયાદ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી. એલ.સી.બી.ના હે.કોન્સ અજયસિંહ ચુડાસમા તથા પો.કો હીતેન્દ્રસિંહ ચૌહાણને ચોક્કસ સંયુકત બાતમી હકીકત મળી હતી કે મંદીરના સી.સી.ટી.વી ફુટેજમાં દેખાતા આરોપીઓના વર્ણન મુજબના કપડા વાળા ચાર શંકાસ્પદ ઇસમો હાથીજણ રીંગરોડ સર્કલથી મહેમદાવાદ તરફ જતા રોડ ઉપર વાહનની રાહ જોતા ઉભો હતો.

જેઓને ઝડપી લેવાયા હતા. આરોપીઓમાં કાળુ કરણસિંહ વિરસિંહ (ઉ.વ.25), કેવન વિરસિંહ, (ઉ.વ.28),હરેશ તેરસિંહ, (ઉ.વ.25), પ્રવિણ તેરસિંહ (તમામ જાતે હઠિલા)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 26 કરતાં વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગેંગે વિરમગામ, સાંતેજ, ગાંધીનગર, અડાલજ સહિતના મંદિરોમાં ચોરી કર હતી.

અન્ય સમાચારો પણ છે...