તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરૈયાના મહાગુજરાત એસ્ટેટમાં લક્ઝરી બસમાંથી 4 જુગારી ઝબ્બે

સાણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંગોદર પોલીસે ખાનગી બસ સહિત 15.15 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી

સાણંદના મોરૈયા ગામના મહાગુજરાત એસ્ટેટમાં લકઝરી બસમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ચાંગોદર પોલીસને મળતા પોલીસે ઘટના સ્થળે રેડ કરી 4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર વિગતો એવી છે કે ચાંગોદર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે સાણંદ તાલુકાના મોરૈયા ગામની સીમમાં મહાગુજરાત એસ્ટેટમાં સર્વોત્તમ હોટલ વાળી ગલીમાં આવેલ એ.આઈ.એ.કંપનીના વાહન પાર્કિગમાં રાખવામાં આવેલ લકઝરી બસની અંદર કેલાક ઈસમો જુગાર રમી રમાડે છે.

જેથી ચાંગોદર પોલીસે મંગળવારે આશરે બપોરે ૨:૪૫ કલાકે બાતમી વાળી જગ્યાએ રેડ કરી રમેશભાઈ રવજીભાઈ સીતાપરા (હાલ રહે મોરૈયા મૂળ રહે.ચંદરવા જી.બોટાદ), દીપકભાઈ રમેશભાઈ મહીડા હાલ (રહે. મોરૈયા મૂળ રહે.દડવા જી.બોડાદ), ભાવેશભાઈ નરેશભાઈ સોલંકી (હાલ રહે.મોરૈયા મૂળ રહે. દેવડીયા જી.બોટાદ), અશ્વિનભાઈ દિનેશભાઈ પરમાર (રહે.મોરૈયા ગામ તા.સાણંદ)ને ઝડપી લીધા હતા. ચાંગોદર પોલીસે રેડમાં રોકડ 15510,લકઝરી બસ જેની કિંમત રૂ.15 લાખ મળી કુલ 15,15,510નો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ 4 ઈસમો વિરુદ્ધમાં જુગાર ધારા કલમ અંતર્ગત ગુનો નોંધયો છે. ગ્રામ્ય વિસ્તારમાં જુગારીઓ બેફામ બનતા પોલીસ પણ સક્રિય થઇ છે. ત્યારે જુગારીઓ વિવિધ સ્થળો નક્કી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...