સાણંદ તાલુકાનાં ચાંગોદર વિસ્તારમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી વિસ્તારમાં બાઇક ચોરી કરનાર એક ઈસમને ચાંગોદર પોલીસે પકડી લઈ ઇ ગુજકોપ એપ્લીકેશનની મદદથી 4 ચોરીના બાઇક જપ્ત કરી કાયદાના સંઘષમાં આવેલ એક સગીર બાળકને પોલીસે પકડી લીધો હતો.
ચાંગોદર વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ આર.ડી. ગોજીયા પોલીસ ટીમેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તે દરમ્યાન હે.કો જગદીશભાઈ ઠાકરશીભાઈ, કોદિવ્યરાજસિંહ ગિરવતસિંહને મળેલ બાતમી આધારે વોચ ગોઠવી નબર પ્લેટ વગરના બાઇક ચાલક મહુલ ગૌતમભાઈ મકવાણા (રહે.મીરાવાડી ધંધુકા)ને પકડી લીધો હતો.
બાઈકના ચેચીસ અને એન્જિન નં. ઇ ગુજકોપ એપ્લી.ની મદદથી વાહન માલિક સર્ચ કરી માલિકનું નામ મેળવી તપાસ કરતાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાંથી હાઇસ્કૂલ બહારથી પાર્ક કર્યું હતું અને ત્યાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું.
તેમજ અન્ય બાઈકો બાબતે તપાસ કરતાં લીંબડી ખાતે બીજા ૨ બાઈકો અને એક ચાંગોદરથી ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે તપાસ કરતાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ પકડાયું હતું. જેને લઈને અલગ અલગ 4 બાઇક જેની કુલ કિં.80 હજારનો મુદ્દામાલ ચાંગોદર પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.