તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સાણંદમાં 2 દિવસમાં વધુ 36 પોઝિટિવ કેસ : કુલ @1620

સાણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાણંદનું શેલા ગામ કોરોના કેસોનું એપી સેન્ટર બન્યું
  • 11 મે સુધીમાં શેલા ગામમાં 200 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, માસ્ક પહેરવું ફરજિયાત

અમદાવાદના સાણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફરીથી રોકેટ ગતિ પકડી છે. સાણંદ અને ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસમાં વધુ 36 કેસો પોઝીટીવ નોંધાયા છે. બીજી તરફ સાણંદના શેલા ગામમાં એક પછી એક પોઝીટીવ કેસોમાં વધારો થતા ચિંતાનો વિષય છે.

આરોગ્ય સૂત્રોએ જણાવ્યું કે 10 અને 11 મે દરમિયાન સાણંદ શહેરમાં અલગ અલગ સોસાયટી વિસ્તાર 12 કેસ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. તેમજ તાલુકાના ગોધાવી ગામે 5 કેસ, મનીપુર ગામે 2 કેસ, નિધરાડ ગામે 1 કેસ, સનાથલ ગામે 4 કેસ, ઇયાવા 2 કેસ, કુંડલ ગામે 1 કેસ ઝાંપ ગામે 1 કેસ, ચા.વાસણા ગામે 1 કેસ, મોરૈયા ગામે 3 કેસ તેમજ શેલા ગામે 4 કેસ કોરોના પોઝીટીવ કેસ નોધાયો છે. આમ બે દિવસમાં સાણંદ શહેરમાં 12 કેસ અને તાલુકામાં 24 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આ કેસ સાથે અત્યાર સુધીમાં સાણંદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કુલ 1620 પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાયા છે. ત્યારે આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થતા અટકાવવા માટે પ્રજાજનોએ ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોઢા ઉપર માસ્ક પહેરવું તેમજ સતર્ક રહેવું જરૂરી બને છે. તેમજ સાણંદ તાલુકાનું શેલા ગામ જાણે કોરોનાના કેસોનું એ.પી સેન્ટર બન્યું હોય તેમ અત્યારે સુધીમાં એકલા શેલા ગામમાં અંદાજે 200 જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...