સાણંદના શેલામાં એક કોમ્પ્લેક્ષની દુકાનમાં અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે દરોડો પાડી ચિત્રાત્મક ચેતવણી, લખાણ વગર સોગરેટ, સિગારેટનું ગેરકાયદે વેચાણ કરતા રાજસ્થાનના ઈસમને 68 હજારની મતાની વિદેશી સિગારેટના 350 પેકેટ સાથે પોલીસે ઝડપી લીધો હતો.
સમગ્ર વિગત એવી છે કે ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી, લખાણ વગરની તમાકુ પ્રોડક્ટ સિગારેટ વેચાણ કરતા પાન-પાર્લર ટ્રેડર્સ એજન્સીઓ વિરૂધ્ધ તમાકુ નિયંત્રણ અધિનીયમ મુજબની કામગીરીમાં બોપલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે સાણંદના શેલા ગામ નજીક કલબ ઓ.સેવન રોડ ઉપર આવેલ ઓર્કીડ સ્કાય નામના કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-61માં આવેલ કયુ લેન્ડ પાન પાર્લર અને ગીફ્ટ શોપમાં ચિત્રાત્મક ચેતવણી,લખાણ વગરની સિગારેટ તથા સીગારનું ગેરકાયદે વેચાણ થાય છે.
જેથી પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડી પુનમભાઈ માનજીભાઇ મીણા( મારવાડી) (રાજસ્થાન)ને પકડી લઈ તમાકુ પ્રોડક્ટની વિવિધ બ્રાન્ડની વિદેશી બનાવટની ઇમ્પોર્ટેડ ગેરકાયદે સીગારેટના કુલ પેકેટ 350 કિ. 68,210 નો મુદ્દામાલ જપ્ત કરી હતી પોલીસે પૂનમની પૂછપરછ કરતાં વિદેશી સીગારેટ તથા સીગારના પેકેટો ફેરીયા તરીકે વેચવા અજાણ્યા ઇસમે આપી હતી અને પોતે આ પાન પાર્લર ચલાવતા હોય ત્યાં વિવિધ ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતા હોવાનું પોલીસને જણાવ્યુ હતું. જેને લઈને ઈસમ વિરુદ્ધ બોપલ પોલીસમાં ગુનો દાખલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.