સાણંદ –વિરમગામ હાઈવે પર આવેલ મેકસીસ રબર ઈન્ડિયા પ્રા.લી. કંપનીના 300 કર્મચારીઓને એકાએક છૂટા કરી નાખતા કર્મચારિઓ રોડ ઉપર આવી ઊઠાં હતા. કર્મચારિઓ માં આક્રોશ વ્યક્ત કરવા ધારણા યોજયા હતા અગાઉ આ ઘરણા અંગે સાણંદ પ્રાંત અને મામલતદારને લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
સાણંદ પાસે આવેલ મેકસીસ રબર ઈન્ડિયા પ્રા.લી. કંપનીમાં કાયમી કામદારો એફ.ટી.સી તથા કોન્ટ્રાકટના સંસ્થામાં કામ કરતાં કામદારો પૈકી કેટલાક કામદારોને નોકરીમાંથી મૌખિક છૂટા કરી દેવામાં આવતા કર્મીઓએ વિરોધ કરી મળવા પાત્ર પગાર, વધારા, હક્કો, અધિકારો લાભ માટે સંસ્થા સમક્ષ મૌખિક માગણીઓ કરતાં સસ્થા દ્વારા 19 એપ્રિલથી કામદારોને કામગીરી સોપવાનું બંધ કરી નાખતા કર્મીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. જેને લઈને આ અંગે કર્મીઓએ સાણંદ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને 8 જૂને આશરે 300 જેટલા કર્મીઓ ધરણાં ઉપર બેસી આક્રોશ વ્યક્ત કર્યો હતો.સાણંદ મામલતદારને આવેદન આપી કંપની સામે ધરણા માટે મંજુરી આપવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.