વિરોધ:3 હજાર રહીશોએ હાઇ-વે ચક્કાજામ કર્યો, મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યાં

સાણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરખેજ-સાણંદ હાઈ-વે પરની સત્યેશ રેસિડેન્સીમાં ગેટ બહાર ગટરના પાણી ભરાય છે

સાણંદ તાલુકાની ભાગોળે ઉલારિયા પાસે સરખેજ હાઇ-વે પરના સત્યેશ રેસિડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી રોડના ગેટની બહાર ગટરના પાણીનો ભરાવો થવાની સમસ્યા ઊભી થઇ છે. જેથી અનેક પરિવારોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. અગાઉ રહીશોએ અનેક વખત રજૂઆત કરી છતાં સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવતા લોકો રોષે ભરાઈ હોબાળો કર્યો હતો.

રવિવાર સવારે 10 કલાક આસપાસ ઉલારિયા પાસે આવેલ સત્યેશ રેસિડેન્સીના આશરે 3000 જેટલા રહીશ એકઠા થઇ આ સમસ્યાનો વિરોધ કરવા સાણંદ- સરખેજ હાઇ-વે ચક્કાજામ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાઇ-વે ઉપર બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જેના પગલે 2 કિમી લાંબો ટ્રાફિકજામના દર્શ્યો સર્જાયાં હતા. જેથી ચાંગોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રહીશોને સમજાવટ કરી હાઇ-વે પરથી દૂર કરી ટ્રાફિક દૂર કર્યો હતો. સ્થાનિકોએ અનેક વખત તંત્રમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી પણ સ્થિતિ ઠેર ને ઠેર રહેતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...