કરૂણાંતિકા:સાણંદમાં સોમવારે 3 અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા, 2 ઘાયલ

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાણંદના પિંપણ પાસે આવેલ એક સ્કીમમાં માટી ભરેલ ડમ્પર ખાલી કરતી સુપરવાઇઝર ડમ્પરના ટાયરમાં આવતા મોત થયું હતું જ્યારે વહેલી સવારે સાણંદ જીઆઈડીસીમાં નોકરી કરવા હજારી માતાના મંદિર પાસે રોડ ક્રોસ કરી જતો હતો વખતે સમયે અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કર મારતા મોત થાય હતું જ્યારે જીઆઈડીસીમાં નોકરી કરી એક્ટિવા ઘરે જતાં 3 ઇસમોને ઇયાવા પાસે અજાણ્યા ટ્રેક ચાલકે ટક્કર મારતા એકનું મોત થયું હતું જ્યારે બે લોકોને ઇજા થઈ હતી. આમ સાણંદ માટે સોમવારે સંકટ ભર્યો રહ્યો હતો.

સગમ્ર વિગત એવી છે કે ખંભાતના વત્રાનો વિષ્ણુભાઇ મેલાભાઇ ઠાકોર છેલ્લા વીસેક દિવસથી પીંપણ ગામમે ગાલા સ્કીમમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો રવિવારે રાત્રે 12 કલાકે શીવમ અર્થ મુવર્સ કંપનીનું એક ડમ્પર ગાલા સ્કીમમાં માટી ખાલી કરવા માટે ત્યારે વિષ્ણુભાઇ ડમ્ફરની પાછળની સાઇડે ઉભા રહી બેટ્રીના પ્રકાશથી ડમ્ફર ખાલી કરાવતા હતા તે સમયે ડમ્પર ચાલકે એકાએક ડમ્ફર રીવેસમાં પાછળ લેતા વિષ્ણુભાઇ ડમ્ફરના પાછળના ડ્રાઇવર સાઇડના વ્હીલમાં આવી ગયેલ અને ડમ્પરનો ડ્રાઇવર દોડીને નાસી ગયેલો હતો કામ કરતા લોકોએ વિષ્ણુભાઇને ખાનગી ગાડીમા પ્રાઈવેટ હોસ્પિટલમાં આવ્યા હતા

જ્યાં મરણ જાહેર કરતાં તેની લાશને સાણંદ સરકારી દવાખાને પી.એમ માટે ખસેડી હતી બનવા અંગે મૃતકના પરિવારજનોને જાણ કરતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ અંગે નગીનભાઇ મેલાભાઇ ઠાકોરે સાણંદ પોલીસેમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે સાણંદ હજારી માતા ખાનગી પી.જીમાં રહેતો જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં સંઘર્ષકુમાર નામનો યુવક નોકરી કરતો હતો સોમવારે સવારના પાંચેક વાગ્યાના સુમારે સંઘર્ષ પી.જી.માંથી નિચે ઉતરી નોકરી જવા હજારીમાતાના મંદિર તરફ રોડ ક્રોસ કરતો હતો તે સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે આ સંઘર્ષને ટક્કર મારતા લોહી લુહાણ હાલતમાં રોડ પર નિચે પડી જતાં આજુબાજુના માણસો ભેગા ગયા હતા અને અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો.

ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ સોલા હોસ્પીટલ ખાતે ખસેડયો હતો જ્યાં યુવકનું મોત થયું હતું. બનાવ અંગે યુવરાજસિંગ પવારે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ સાણંદ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરી સાણંદ ઘરે જવા ઈન્દ્રજીતકુમાર ઉર્ફે બાબુલાલ પ્રજાપતી એક્ટીવા ચલાવતા હતા અને વચ્ચેના ભાગે સોનુ મહાવીરસિંહ જોગડા તથા સૌથી પાછળ વિકાસ શ્રવણ જાટ બેઠેલ હતો અને સાણંદ વિરમગામ હાઈવે રોડ ઉપર સાણંદ તરફ જતા હતા તે વખતે આશરે એક વાગ્યાના અરસામાં ઈયાવા CNG પંપ પસાર કરી જતા હતા તે વખતે સામેથી રોંગ સાઈડમાં એક રીક્ષા આવતા ઈયાવા CNG પં પથી થોડે દુર ઈયાવા તરફ ઈન્દ્રજીતએ એક્ટીવા થોડી જમણી બાજુ હાઈવે ઉપર લેતા પાછળ થી એક ટ્રક ચાલક ટ્રક લઈને પુરઝડપે એક્ટીવાને ટક્કર મારતા ત્રણેય એક્ટીવા સાથે રોડ ઉપર પડી ગયેલ અને ઈન્દ્રજીતના ઉપરથી ટ્રક પસાર થતા તેનું મોત થયું હતું જ્યારે વિકાસ અને સોનુને ઇજાઓ થતાં સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...