કોરોનાનો કહેર:સાણંદમાં વધુ 3 કેસ પોઝિટિવ: કુલ આંક 200, ધોળકીમાં છેલ્લા 3 દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી હતી પરંતુ ફરીથી ઝડપ વધી ગઇ

સાણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સાણંદ શહેરમાં આંંક 101ને પાર થયો

સાણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્ર્મણ સતત વધારો થઇ રહ્યો છે સાણંદમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારે  શહેરમાં આવેલા ગ્રીન રેસીડેન્સી 2માં રહેતા 58 વર્ષીય આધેડ મહિલાને કોરોના શંકાસ્પદ લક્ષણો લાગતા આધેડ મહિલાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સાણંદમાં હોળી ચકલા પાસે આવેલ ગઢવીવાસમાં એક જ પરિવારમાં બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં 101 કેસ અને ગામોમાં 100  કેસ એમ કુલ 201 કેસ છે.

દેત્રોજ રૂદાતલ ગામના આધેડને કોરોના
દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે આધેડનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રૂદાતલ ગામ ત્રણ મકાનોમાં રહેતા 15 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. દેત્રોજ તાલુકાના રુદાતલ ગામે 60 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ નોંધાતા કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં વધુ સંક્રમણ ન થાય તે હેતુથી આરોગ્યની ટીમ દ્વારા સેનેટાઈઝની કામગીરી હાથ ધરાઇ છે.

વિરમગામ પાલિકાના હેડ ક્લાર્કનું કોરોનાથી મોત 
વિરમગામ શહેર નગરપાલિકામાં કારકુન તરીકે ફરજ શરૂ કરી હેડકલાર્કના હોદ્દા પર નિષ્ઠાથી ફરજ બજાવતા જૈન સમાજ આગેવાન તેમજ પોતે ધાર્મિક ભાવનાની લાગણી સાથે લોકોની સેવા માટે તત્પર રહેતા જયેશભાઈ શાહની 12 દિવસ પહેલા તબિયત બગડતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા અમદાવાદ સારવાર અર્થે દાખલ થયા હતા. જેઓનું 7 જુલાઈના રોજ  અવસાન થતા પરિવારજનો સહિત વિરમગામ નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, કર્મચારીગણ તેમજ નગરજનોએ પ્રમાણિક કર્મનિષ્ઠ જયેશભાઇને શ્રદ્ધાંજલિ આપી હતી.

ધોળકા શહેર-ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા
ધોળકા હેલ્થ ઓફિસર મુનીરાબેનના જણાવ્યાં મુજબ ધોળકા તાલુકામાં સોમવારે 3 કેસ કોરોના પોઝિટિવના  કેસ આવ્યાં   હતા.  જેમાં ધોળકાના નાગરવાડામાં 1, શિવશક્તિમાં 1 અને સોનારકુઈમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ધોળકા તાલુકાના કોઠ ગામમાં 2 કેસ અને રામપુર ગામમાં 1 કેસ આવ્યો છે. આમ કુલ આજે 6 કેસ આવ્યાં છે.  અત્યાર સુધી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાં કેસની સંખ્યા 270 થઈ છે.

બોટાદ જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ
બોટાદ જિલ્લામા પણ દિન પ્રતિદિન કોરોના કહેર મચાવી રહ્યા છે.સોમવારના રોજ બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં 48વર્ષના યુવકનો અને બીજો કેસ સોની જ્ઞાતીની વાડી પાસે 48 વર્ષના યુવકનો અને ત્રીજો કેસ ગઢડા તાલુકાના ઉગામેડી ગામે 38 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ બોટાદ જિલ્લામાં કોરોનાનો પોઝિટીવ આંક 112 સુધી પહોચ્યો છે. જેમાથી 76 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે ૩ના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...