સાણંદના ચાંગોદરમાં ઘરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતી મહિલા અને બજારમાં એક વેપારી તેમજ બોળ ગામેથી એક ઈસમ ચાઈનીઝ દોરીના કુલ 82 નંગ ટેલર સાથે પકડાયા છે. જેઓના સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તાજેતરમાં ચાંગોદરમાં ચાઈના દોરી અને તુક્કલનું વેચાણ અને ઉપયોગ ન કરવા પોલીસે લોકોને ચેતવ્યા હતા.
ત્યારે ચાંગોદર પોલીસના હે.કો. પૃથ્વીરાજસિંહ ભરતસિહ પો.કો ધનરાજસિંહ નારણસિંહએ બાતમી આધારે ચાંગોદર ગામમાં પાણીની ટાંકી પાસે રહેતી મણીબેન નગીનભાઇ શકરાભાઇ ચુનારાના ઘરે રેડ કરી મણીબેન પકડી લઈ ઘરમાથી ચાઈનીઝ દોરીના 47 નંગ રિલ ટેલર (કિં.14,100)નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે બીજી તરફ ચાંગોદર ગામ મેઈન બજાર દુકાનમાથી પોલીસે રેડ કરી 2 નંગ રિલ ટેલર (કિં.400)નો મુદ્દામાલ જપ્ત કરી યોગેશભાઈ ચંદ્રકાંતભાઈ ઠકકરને પકડી લીધા હતા. ચાંગોદર પોલીસે મહિલા અને વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ સાણંદ જીઆઈડીસી પોલીસે બાતમી આધારે બોળ ગામનો દેવદત્ત ડાહ્યાભાઇ પરમારના ઘરમા પોલીસે રેડ કરી ચાઈનીઝ દોરીના 33 નંગ રિલ(કિં.રૂ.9900) પકડી લીધા હતા. પડાયેલ ઈસમ ઘરમા ચાઈનીજ દોરી રીલ રાખી તેનુ વેચાણ કરતો હતો જેને લઈને પોલીસે દેવદત્ત વિરુદ્ધ ગુનો ગુનો દાખલ કર્યો હતો.
નોંધપાત્ર છે કે બે વર્ષ પહેલા બોળ ગામે ચાઈના દોરીથી બાઇક ચાલકનું ગળું કપાઈ જતાં મોત થયું હતું. ત્યારે આ જ ગામમાં 33 નંગ રિલ પકડાયા છે. પડાયેલ લોકો કોની પાસેથી ચાઇનીઝ દોરી લાવ્યા અને કેટલા લોકોને વેચાણ કર્યું છે તેની માહિતી આધારે કાર્યવાહી કરવી જરૂરી બને છે. શહેરમાં હાલ કેટલાક લોકો પતંગ સાથે મોતનો દોરો ઉડાડે છે આવા લોકો સામે પગલાં લેવા સ્થાનિકોએ માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.