તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાણંદ GIDCની કંપનીમાંથી પાણીની મોટર ચોરી કરનારા ૩ ઝબ્બે

સાણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરલ ગામના ૩ ઈસમોએ ચોરીના મુદ્દામાલ પોલીસે ઝડપી લીધા : 12 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો, પોલીસ તપાસ તેજ

સાણંદ જીઆઇડીસીની ખાનગી કંપનીમા સાંજના સમયે કમ્પાઉન્ડમાં આવી પાણીની ટાંકીમાંથી સબ મશીનરની મોટરની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર મામલે સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી ચરલ ગામના 3 ઈસમોને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર વિગતો એવી છે સાણંદ જીઆઇડીસીમાં આવેલ યુજીમી કંપનીમા ગત 30 જૂને સાંજે 5 કલાકે અજાણ્યા ચોર ઇસમોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી પાણીની ટાંકીમાંથી સબ મશીનરની મોટર જેની કિંમત 12 હજારની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર મામલે કંટ્રકશન કંપનીના સુપર વાઈઝર પુથ્વીરાજસિંહ જયમાલસિંહ વાઘેલાએ સાણંદ જીઆઇડીસીમાં ફરિયાદ નોંધાવતા ચોરીનો ભેદ ઉકેલવા પો.ઇન્સ ડી.જે.વાઘેલા સાણંદ જી.આઇ.ડી.સી.પો.સ્ટેને સુચનાઓ આપેલ જેથી ચોરાયેલ મુદામાલ તેમજ ચોર ઈસમોની તપાસમા હતા. તે દરમ્યાન પો.કો રાહુલભાઇ આત્મારામભાઇ, પો.કો. પ્રતાપભાઇ ભયરામભાઇને બાતમી મળેલ કે ચોરી કરનાર ઈસમો ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે ચરલ મખીયાવ રોડ ઉપર ઉભેલી છે.

જે હકીકત આધારે ચરલ મખીયાવ રોડ પાસે જતા ત્રણ ઈસમ પ્લાસીટકની થેલીમાં કોઇ વસ્તુ ભરીને ઉભેલી જણાતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને જેમાં બળદેવભાઇ પારાભાઇ દેવીપુજક, ભરતભાઇ જેઠાભાઇ કો.પટેલ, વિક્રમભાઇ શાંતુભાઇ કો.પટેલ (તમામ રહે,ચરલ તા.સાણંદ) પાસેની પ્લાસ્ટીક ની થેલીમા આ કામે ચોરીમા ગયેલ મુદામાલ પાણીની સબ મશીનર ની મોટર જેની કુલ કિ.રૂ 12000 ગણી મુદામાલ મળી આવતા જેઓની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરી આરોપીએ ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોઇ સદર ગુનાના કામે અટક કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...