કાર્યવાહી:વિરોચનનગરની સીમમાંથી 3 જુગારીને ઝડપી લેવાયા

સાણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં ચાલતા જુગારના રંગમાં ભંગ પાડી 10620ની મત્તા જપ્ત કરાઇ

સાણંદના વિરોચનનગર ગામની સીમમાં ચાલતા જુગાર ધામમાં પોલીસે દરોડો પાડી 3 શખ્સોનીને દબોચી લઇ કુલ રૂ.10620નો મુદ્દામાલ કબ્જે કરી 3 વિરૂદ્ધમાં જુગાર ધારા મુજબ કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. જેને લઈને જુગારીઓમાં ફફડાટ લેવાયો છે. ​​​​સાણંદ જીઆઈડીસી પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામની સીમમાં થૂરિયો પા માં ખુલ્લી જ્ગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડે છે.

જેથી સાણંદ જીઆઈડીસી પોલીસે મંગળવારે સાંજે 4 વાગે બાતમી વાળી જગ્યાએ દરોડા પાડી પીન-પત્તીનો જુગાર રમી રહેલા નવાઝખાન હમીદખાન પઠાણ (વિરોચનનગર), મોહસીન અયુબખાન મલેક (વિરોચનનગર), ઇસબખાન રહેમતખાન પઠાણ (વિરોચનનગર)ને રોકડ કુલ રૂ.10,620 સાથે સાણંદ જીઆઈડીસી પોલીસે ઝડપી લીધા હતા.

તમામના વિરૂદ્ધમાં જીઆઈડીસી પોલીસે જુગાર ધારા કલમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ તાલુકામાં બેફામ બનેલી જુગાર દારૂની બદીને નાબૂદ કરવા પોલીસે કમર કસી છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...