સાણંદના ગિતપૂરા ગામ પાસે આવેલ નર્સરીમાં તેમજ ગોધાવી ગામ પાસે ઈકો ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી બીજી તરફ મોરૈયા ગામ પાસે રેતી ખાલી કરતાં ડમ્પરને વીજ વાયર અડતા આગ પ્રસરી હતી. જોકે ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવીને વધુ નુકસાન થતા અટકાવ્યું હતું.
મંગળવારે બપોરે 12:30 કલાક આસપાસ સાણંદ તાલુકાના ગિબપૂરા ગામ નજીક આવેલ સરકારી નર્સરીમાં લાકડામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. જેને લઈને આસપાસના અફરાતફરી મચી હતી. આગના બનાવ અંગેએ ફાયર વિભાગને જાણ કરતા અમદાવાદ એએમસી અને સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ અને કમલભાઈ નાય ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવાના પ્રત્યનો ચાલુ કર્યા.
અંદાજે રાત્રે 8 વાગ્યા સુધી પાણીના જથ્થાનો મારો ચલાવ્યા બાદ મહા મહેનતે આગ ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ બુધવારે સાણંદ તાલુકાનાં ગોધાવી ગામ પાસે મણિપુર તરફથી ગોધાવી બાજુ એક ઇક્કો ગાડી જતી હતી ત્યારે ઈક્કો ગાડીમાં એકાએક આગ ભભૂકી હતી. ગાડીના ડ્રાઈવરે સમયસુચકતા વાપરી તાત્કાલિક ગાડીમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો.
ગાડીમાં આગ લાગતા રોડ ઉપર અફરાતફરી થઈ હતી બનવાની જાણ ફાયર વિભાગને કરતા સાણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સમગ્ર બનવામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ સાણંદ તાલુકા મોરૈયા ગામ નજીક રેતી ભરેલ ડમ્પર રેતી ખાલી કરતું હતું તે સમયે ડમ્પરની ટોલી ચાલુ વીજ વાયરને અડી જતાં શોર્ટ સર્કિટ થયું હતું અને ડમ્પરમાં આગ લાગી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અફરતફીનો માહોલ ઊભો થયો હતો. સ્થાનિકોના મતે ડમ્પર ચાલકની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ હોય તેમજ લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.