ધરપકડ:છેતરપિંડી કરતાં 3 શખ્સને ઉલારિયા પાસેથી ઝડપી લેવાયા, આરોપીઓએ રાજ્યમાં 30થી વધુ ગુનાની કબૂલાત કરી

સાણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા પાંચ વર્ષથી રાજ્યના અલગ અગલ જિલ્લ્લાઓમાં સહીત મહારાષ્ટ્ર, રાજસ્થાન રાજ્યમાં આશરે 30 જેટલા લોકો સાથે અલગ અલગ લાલચ આપી છેતરપિંડી આચરતા 3 ઈસમોને સાણંદના ઉલારીયા પાસેથી ગ્રામ્ય એસઓજી ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવે જીલ્લામાં છેતરપિંડી કરતા ઈસમોને શોધી કાઢવા એસઓજી શાખાના પો.ઇન્સ. ડી.એન. પટેલએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય ચલણની રૂપિયા 100ની નોટોના બંડલના ઉપર તથા નીચેના એક એકે અસલ નોટો રાખી વચ્ચેના ભાગે બાળકોને રમવાની નોટો રાખી નાણાની અવેજમાં નોટો આપી ચીટીંગ કરતા તોફીક ઉર્ફે અશોક મામદ હાસમભાઈ તુર્ક, અબ્દુલ હાસમ ઈસ્માઈલ તુર્ક (બન્ન્રે રહે. બાયઠ ગામ, જી કચ્છ પચ્છિમ), સીદ્દીક સાલેહ મહંમદ ડેસર ગજણ (રહે.બાડા ગામ તા.માંડવી)ને સાણંદ તાલુકાના ઉલરીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા સનાથલ નાસ્તા હાઉસ નજીકથી ગ્રામ્ય એસ.ઓ.જી ટીમે ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી 33 બંડલ ઉપરથી અસલ 100 રૂ.ના દરની 6600 રૂ. બાળકોને રમવાની 3234 નોટો, રોકડ 4 હજાર, 5 મોબાઈલ જેની કિંમત 11500, કે સ્કુલ બેગ જેની કિંમત 100 મળી કુલ રૂ.22200ના મુદ્દામાલ એસઓજી ટીમે જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપીઓએ છેલ્લા 5 વર્ષમાં કચ્છ, પાટણ, રાજકોટ, મોરબી, જિલ્લાઓમાં જયારે મહારાષ્ટ્ર રાજ્ય, રાજસ્થાન રાજ્યમાં આશરે 30 લોકો સાથે છેતરપીંડી કરી 30 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. ફેસબુકના માધ્યમથી લોકો સાથે મિત્રતા કેળવી લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરતાં હતા.

અન્ય સમાચારો પણ છે...