સાણંદનાં ચાંગોદર વિસ્તારમાં આવેલા તાજપુર શ્રીજી કૃપા ઈન્ડીયન એસ્ટેટના ગોડાઉનમાં શંકાસ્પદ કેફી પીણાની બોટલનો વિશાળ જથ્થો હોવાની બાતમીના આધારે ચાંગોદાર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ઘુમાના શખસને પકડીને કુલ રૂ. 27.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર વિગત એવી છે કે, જિલ્લામાં દારૂ તથા નશાયુક્ત પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ચાંગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ આર. ડી. ગોયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હે.કો. ધર્મેન્દ્રસિંહ ડોડ અને પો.કો રણજીતસિંહ સોલંકીને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે પીઆઈ આર. ડી. ગોજીયા સહિતની ટીમે સાણંદના તાજપુર શ્રીજીકૃપા ઈન્ડીયન એસ્ટેટના 8 નંબરના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
જેમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કે સક્ષમ અધિકારીનું લાઈસન્સ મેળવ્યા વગર લોકોના જાહેર આરોગ્યને નુકસાન કરે તેવા શંકાસ્પદ નશાકારક કેફી પીણાની બોટલના વિશાળ જથ્થા સાથે અમદાવાદ ઘુમાના હેપ્પી રો-હાઉસ 1માં રહેતા પીયૂષ મુકુંદભાઈ સલયાને દબોચી લીધો હતો. સાથે ગોડાઉનમાંથી અલગ અલગ આશરે 18080 બોટલ તેમજ 600 લીટર ડીઆલ્કોહોલ સહીત મશીન અને અન્ય મળી કુલ રૂ. 27,19,870ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.